વડોદરા : આજથી શારદીય આસો સુદ એકમ થી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે શહેરના એમ.જી.રોડ ખાતે આવેલા ઘડિયાળીપોળ સ્થિત પૌરાણિક અંબા માતાના મંદિરે માંઇભક્તોએ વહેલી સવારથી દર્શન પૂજા કર્યા હતા.
અહીં મંદિર તથા મંદિર પરિસર ખાતે ખૂબ જ આહલાદક શણગાર કરવામાં આવ્યો હતો સાથે જ શ્રધ્ધાળુઓ માટે દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં નવરાત્રી દરમિયાન પરંપરાગત રીતે પુરુષો દ્વારા જ ગરબા ગવાય છે અને ગરબા રમાય પણ છે. અહીં વાજીંત્રો પણ પુરુષો જ વગાડે છે. અહીં 27 છીદ્રોવાળી ગરબી મૂકવામાં આવે છે જેની જ્યોત માતાજીના ગર્ભગૃહથી લાવવામાં આવે છે.
Reporter: admin