તિજોરી ન તૂટતા તસ્કરો તિજોરી અને ટ્રેકટર ખેતરમાં જ મૂકી ફરાર,તિજોરીમાં રહેલ રૂ.19 લાખની રોકડ સલામ. ભરૂચ તાલુકાના આમદરા ગામ ખાતે એચડીએફસી બેંકમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને બેંકમાં જે તિજોરીમાં રોકડ મૂકી હતી તે ટ્રેક્ટરની મદદથી ખેતર સુધી લઇ ગયા હતા. જો કે આ તિજોરી ન તૂટતાં તસ્કરો તેને ત્યાં જ મૂકીને ફરાર થઇ ગયા હતા. તિજોરીમાં રહેલી 19 લાખ રૂપિયાની રોકડ સલામત જોવા મળી હતી.
ભરૂચના આમદરા ગામ ખાતે એચડીએફસી બેંકમાં ગુરુવારની મોડી રાતે તસ્કરો ત્રાટક્યા હતા. અને બેન્કમાંથી તિજોરી ઉપાડી જવાનું કાવતરું ઘડી નાખ્યું હતું. તસ્કરો ટ્રેક્ટરની મદદથી આ તિજોરીને ગામની સીમમાં આવેલા એક ખેતર સુધી ખેંચી ગયા હતા. અને ત્યાં તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તિજોરી એટલી મજબૂત હતી કે તસ્કરોથી તે તૂટી શકી ન હતી. ખુબ માથામાં બાદ પણ તસ્કરોને એમ લાગ્યું કે કઈ હાથ નહિ લાગે તેથી તેઓ તિજોરીને ખેતરમાં જ મૂકીને ફરાર થઇ ગયા હતા. સવારે જયારે બેન્કનો સ્ટાફ સ્થળ ઉપર આવ્યો ત્યારે તાપસ કરતા ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બેન્કના સત્તાધીશોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ તિજોરી ખેતરમાં પડી છે.
જેને ખોલી ચકાસતા તેમાં રૂ. 19 લાખની રોકડ રકમ સહી સલામત જોવા મળી હતી. જેથી બેન્કના સત્તાધીશોએ પણ હાશકારો લીધો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ લઇ સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Reporter: News Plus