રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, ચિલ્ડ્રન ન્યુટ્રીશયન પાર્કમાં આવેલું છે ગેમઝોન
એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીલ્ડરન ન્યુટ્રીશન પાર્કને બંધ કરવામાં આવ્યું છે. આ પાર્કમાં ગેમઝોન આવેલું હોવાથી રાજકોટની ઘટના બાદ આ ઓથોઈરીટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તેનું ઓનલાઇન બૂકિંગ શરુ રાખવામાં આવતા પ્રવાસીઓ અવઢવમાં મુકાયા છે.
- ટીકીટનું ઓનલાઈન વેચાણ ચાલુ રખાતા પ્રવાસીઓ અવઢવમાં...
હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજેરોજ હજારો પ્રવાસીઓ આવી રહ્યા છે. અને ભારે ભીડ જોવા મળી રહી છે. તાજેતરમાં રાજકોટ ખાતે બનેલી ઘટના બાદ રાજ્યભરના ગેમઝોન બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા પણ ચિલ્ડ્રન ન્યુટ્રીશયન પાર્ક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણે કે આ પાર્કમાં ગેમઝોન આવેલું છે. અને તેમાં પણ બાળકો માટે અનેક રાઇડ્સ આવેલી છે. પરંતુ સરકાર દ્વારા કરાયેલા આદેશના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચિલ્ડ્રન ન્યુટ્રીશયન પાર્ક બંધ તો કરવામાં આવ્યો છે પરંતુ તેની ઓનલાઇન ટિકીટોનું વેચાણ હજુ ચાલુ છે જેના કારણે કેટલાય મુસાફરો અવઢવમાં મુકાયા છે. ત્યારે ઓથોરિટી દ્વારા ઓનલાઇન પણ લોકોને માહિતી મળે તે માટેની સૂચના મુકવી જોઈએ તેમ કેટલાક પ્રવાસીઓનું કહેવું છે.
Reporter: News Plus