વડોદરા ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાંચમા દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી કોમ્પ્લેક્ષ ખાતે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ફાયર સેફટીની સુવિધામાં કચાશ જણાતા કોમ્પલેક્ષને સીલ કરવામાં આવ્યું હતું. આ કોમ્પ્લેક્ષમાં 180 જેટલી નાની મોટી દુકાનો, ઓફિસ અને ક્લાસીસી આવેલા છે.
રાજકોટની દુર્ઘટના બાદ વડોદરા ફાયર વિભાગની ટીમ દ્વારા હાલ મોટા પાયે ચકાસણી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શુક્રવારના રોજ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી કોમ્પ્લેક્ષ ખાતે ચકાસણી કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે તપાસ હાથ ધરતા આ કોમ્પલેક્ષમાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો જેના કારણે કોમ્પલેક્ષને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કોમ્પ્લેક્ષમાં દુકાનો, કોમર્શિયલ ઓફિસો, ટ્યુશન ક્લાસીસ સહીત 180 જેટલા યુનિટ આવેલા છે જેઓને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં મોટા પાયે કામગીરી ચાલી રહી છે. જે નિયમિત થાય તે જરૂરી છે.
Reporter: News Plus