ગુજરાત ATSએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી IS ઈસ્લામિક સ્ટેટના ચાર આતંકવાદી ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખસને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાત ATSએ મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીનની ધરપકડ કરી છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં એ શોધવાની પ્રક્રિયા ATSએ હાથ ધરી છે.
આતંકીઓના મનસૂબા જાણવા દુભાષીયાની મદદ લેવાઈ આ આતંકીઓ હવાઈ માર્ગે ગુજરાતમાં પ્રવેશ્યા હતા. તેઓ ચેન્નઈ એરપોર્ટથી ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. બે અઠવાડીયા પહેલા જ ગુજરાત ATSને આતંકીઓ આવવા હોવા અંગે બાતમી મળી હતી. જેને પગલે ATSએ રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ વોચ ગોઠવી હતી. પકડાયેલા આતંકીઓ પ્રોટોન મેલનો ઉપયોગ કરતા હતા. આતંકીઓ તમિલ ભાષા બોલતા હોવાથી તેમના મનસૂબા જાણવા દુભાષીયાની મદદ લેવામાં આવી છે.2006માં થઈ હતી ISISની સ્થાપના.ઈસ્લામિક સ્ટેટ શું છે?2003 દરમિયાન અમેરિકાના ઈરાક પરના આક્રમણ વખતે જોર્ડિયન જેહાદી અબુ મુસાબ-અલઝરકાવી અને તેના આતંકવાદી સંગઠન જમાત અલ-તાવહિદ વલ-જિહાદે ઈરાકની અશાંત પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી આતંકવાદી હુમલાઓ વધારી દીધા. 2004માં ઝરકાવીએ ઓસામા બિન-લાદેન સાથે હાથ મિલાવી લીધા અને પોતાના સંગઠનને ‘અલ-કાયદા ઈન ઈરાક’ તરીકે ઓળખાવ્યું. જોકે 2006માં અમેરિકાના હુમલા દરમિયાન ઝરકાવી માર્યો ગયો. એ બાદ 12 ઓક્ટોબર 2006માં ઈરાકની મુજાહિદ્દીન શૂરા કાઉન્સિલ અને 6 સુન્ની ટ્રાઈબ્સે સાથે મળીને ઈસ્લામનું ગૌરવ સ્થાપવા અલ્લાહના સમ ખાધા. એના એક દિવસ બાદ તેમણે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક(ISI)ની સ્થાપના કરી દીધી. 2010માં અબુ બક્ર અલ-બગદાદીને ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાકના આમિર અથવા તો વડો જાહેર કરવામાં આવ્યો.ચારેય આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર મેટ્રો કોર્ટમાં સરકારી વકીલે કહ્યું હતું કે, અમદાવાદમાં શા માટે આવ્યા? કોણ ટાર્ગેટ? તેની ઊંડાણ પૂર્વક તપાસ જરૂરી છે. આ કેસ ચાર્જશીટ થયા બાદ સેશન્સ કોર્ટની ડેઝિગેનેટને કમિટ કરાશે. જ્યારે લીગલ એઇડે જણાવ્યું હતું કે, શકના આધારે ધરપકડ કરાઈ છે. બિઝનેસ પરપસથી આવ્યા છે. બધો મુદ્દામાલ કબજે કરાયો છે. રિમાન્ડની જરૂર નથી. જો કે, મેટ્રો કોર્ટે ચારેય આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.ત્રણ પિસ્તલ મળી છે, સ્લીપર સેલ એક્ટિવ હોવાની આશંકાATSએ કોર્ટમાં રજૂઆત કરી કે, બાતમી મળી કે આતંકીઓ રેલ અથવા એરથી આવવાના છે. ઇન્ડિગોના સેમ PNR બુકિંગથી આવવાની બાતમી નેરો ડાઉન થઈ. એક અન્ય વ્યક્તિ આ લોકોને સૂચના આપતો હતો. મેસેજ આપવા માટે વિશિષ્ઠ પદ્ધતિ વપરાઈ છે. ISISના કાર્યો કરવા સંકળાયેલા છે. અલગ અલગ વસ્તુઓ પણ મળી આવી છે. કારતૂસ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલા સ્થળોએ બનેલા છે.વધુ તપાસની જરૂર છે. આ લોકો સાથે કોણ કોણ જોડાયેલા તે જાણવું જરૂરી છે. તેના સાગરિતો અમદાવાદમાં હોય શકે છે.અત્યારે આરોપીઓ તપાસમાં સાથ સહકાર નથી આપતા. કોણે હથિયારો મૂક્યા અને ક્યાંથી લાવ્યા?, આ લોકો કેવી રીતે પહોંચ્યા? અમદાવાદમાંથી હથિયારો મળવા મોટી વાત. જલ્દી તપાસની જરુર છે. આ લોકોને લોજીસ્ટીક અને આર્થિક સહાય કોણે કરી? તે જાણવું જરૂરી છે.બીજા કોઈ આવા તત્વો અમદાવાદ અને ગુજરાતમાં કે ભારતમાં ઉપસ્થિત તે જરૂરી છે.પ્રોટોન મેસેજીંગનું એક સિક્યોર નેટવર્ક કોણે ચાલુ કરી આપ્યું તે જાણવું જરૂરી છે.બીજા કોઈ રેડીકલાઈઝ થયા છે તે જણાવું જરૂરી, અગાઉ તેઓ ભારત કે અમદાવાદમાં આવ્યા છે કે કેમ ?અબુ શ્રીલંકાનો છે અને તે પાકિસ્તાનમાં રહે છે તેવી શંકા છે.ત્રણ પિસ્તલ મળી છે અને 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે.
કોર્ટ રૂમમાં મોટા પાયે પોલીસ અને વકીલો ઉપસ્થિત છે. ચારેય આતંકીઓને કોર્ટ રૂમમાં કઠેડામાં બેસાડ્યા સ્પેશિયલ વાહન અને સુરક્ષા ગાર્ડ સાથે આતંકીઓને અમદાવાદ મેટ્રો કોર્ટમાં લવાયા. જ્યાં કોર્ટ નં.05માં રજૂ કરવામાં આવ્યા છે મેટ્રો કોર્ટમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્તમેટ્રો કોર્ટમાં ચારેય આતંકીઓને કોર્ટ નં. 5માં રજૂ કરાશે. જેને લઇને મેટ્રો કોર્ટમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ગુજરાત ATS ખાતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'ઇસ્લામિક સ્ટેટ' (IS) સાથે જોડાયેલા ચારેય શ્રીલંકન નાગરિકો સામે અનલોફુલ એક્ટિવિટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), 1967ની કલમ 18 તથા 38, આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A)(F) તેમજ IPCની કલમ 120(B), 121(A) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Reporter: News Plus