ડાકોર : ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતાં યાત્રાળુઓ માટે મંદિર પ્રશાસન દ્વારા પહેલીવાર નિ:શુલ્ક ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે.
રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગૌશાળા નજીક આવેલ યાત્રી નિવાસ પાસે ભોજન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.મંદિર ટ્રસ્ટ દ્વારા ગૌશાળા નજીક આવેલ યાત્રી નિવાસ પાસે ભોજન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સોમવારથી રોજ 400 થી વધુ યાત્રાળુઓને પ્રાથમિક તબક્કે વિનામૂલ્યે ભોજન-પ્રસાદ પીરસવામાં આવશે. આગામી દિવસોમાં આ આયોજનને વધુ મોટું કરવાનું આયોજન કરાઇ રહ્યું છે. પૂનમ અને વાર-તહેવારની વ્યવસ્થાને લઇને આગામી દિવસોમાં આગળના નિર્ણય લેવામાં આવશે.ડાકોરમાં આ નવીન શરૂઆત એ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ત્યારે મંદિર દ્વારા પહેલા વિના મૂલ્ય ભોજન ની વ્યવસ્થા આપવામાં ન આવતી હતી.
જેમાં મંદિર દ્વારા ભાડા પેટે ભોજનાલય આપવામાં આવ્યું હતું.જેનો હાલના તબક્કે પણ વિવાદ ચાલી રહ્યો છે તેમ છતાં પણ મંદિર પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં મંદિર પ્રશાસન દ્વારા 10 ઓક્ટોબરથી બપોરના 11:00 કલાકે થી રણછોડજી અતિથિ ગૃહ ગૌશાળા ખાતે પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ જે હાલના અમદાવાદ જગન્નાથપુરીના મોહન તરીકે પ્રસિદ્ધ છે જેમના પ્રેરક ઉપસ્થિતિમાં આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સેવક સમાજ ને પ્રથમ લાભ આપવામાં આવશે જેની સાથે સાથે મંદીના ટ્રસ્ટીઓ અને મંદિરના કર્મચારીઓ અને અમુક વૈષ્ણવોને બોલાવી વિના મૂલ્ય ભોજન ની શરૂઆત કરવામાં આવશે. જેમાં હાલના ધોરણે 300 થી 400 વ્યક્તિઓને ખીચડી કઢી અને શાક મંદિર પ્રશાસન દ્વારા વિનામૂલ્યે અપાશે.
Reporter: admin