News Portal...

Breaking News :

વડોદરાના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા

2024-09-17 16:27:58
વડોદરાના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા


વડોદરા : છેલ્લા 11 વર્ષથી પોતાના સોસાયટીના પ્રાંગણમાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે 


સમગ્ર સોસાયટી હળીમળી શ્રીજીને ઉત્સાહભેર ઉજવણી કરે છે દસ દિવસના આથિત્ય માંડ્યા બાદ આજે ઇન્દ્ર યુવક મંડળના ઇન્દ્રપ્રસ્થના રાજાનું ઉત્સાહભેર ઉજવણી સાથે વિસર્જન યોજવામાં આવ્યું જેમાં સોસાયટીના મોટી સંખ્યામાં  લોકો ઉપસ્થિત રહ્યા અને ગણપતિ બાપ્પા મોરિયા વરસી લવ કર્યા જય ઘોષ સાથે બાપાને આખરી વિદાય આપી હતી. પોતાની આગવી ઓળખ ધરાવતું એવું ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા છેલ્લા નવ વર્ષથી કૃત્રિમ તળાવની સ્થાપના કરેલ છે જેમાં વડોદરાના અને કોઈ વિસ્તારોમાં પોતાના નિવાસ્થાને શ્રીજી ની સ્થાપના કરતા લોકો માટે અનોખી રીતે આ કુંડમાં વિસર્જન કરવાની સહુંલિયત પૂરી પાડે છે. 


વિસ્તારના તેમજ વડોદરાના અનેક લોકો આ કુત્રિમ તળાવમાં પોતાના શ્રીજીની ઘરે સ્થાપિત કરેલી પ્રતિમાનું વિસર્જન કરવા આવે છે ત્યારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા તે લોકો માટે અલાયદી વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા માટીની શ્રીજીની પ્રતિમા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે માટીની પ્રતિમા પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે ફિલ્ટરેશન પ્લાન્ટ દ્વારા માટી અલગ કરીને પાણી ફરીથી વાપરી શકાય તેવી ટેકનોલોજી શોધી કાઢી છે. જ્યારે પોતાના શ્રીજીના પ્રતિમા ઉપર પુષ્પ તેમજ પુષ્પહાર એટલે નિર્માલ્ય ને પણ સૂકા અને ભીના સેગ્રીગેશન સાથે તેના માંથી ખાતર બનવાની પદ્ધતિ શોધી કાઢી પર્યાવરણ લક્ષી કાર્ય કરવામાં આવે છે. ત્યારે ગોત્રી હોસ્પિટલ બહાર ફક્ત પાંચ રૂપિયામાં નિર્ધન અને ભૂખ્યા ની સેવા કરી ભોજન પૂરું પાડવામાં આવે છે.

Reporter: admin

Related Post