સુરત : વહેલી સવારથી ગણેશ વિસર્જન યાત્રા નિર્વિધ્ને નીકળી રહી હતી. પરંતુ, થોડા સમય બાદ સુરત ભાગળ ચાર રસ્તા નજીકથી પસાર થતી એક વિઘ્નહર્તાની વિદાય યાત્રામાં વિધ્ન આવતા આવતા અટકી ગઈ હતી.
ભાગળ ચાર રસ્તા પરથી પસાર થતી શોભાયાત્રામાં પ્રતિમા સાથે મુકેલા ફટાકડામાં આગ લાગી ગઈ હતી. જોકે, આગ નાની હોવા ઉપરાંત પાલિકાના ફાયર વિભભાગની જવાનોની સમયસુચકતાના કારણે તરત આગ બુઝાવી દેવામાં આવી હતી. જેના કારણે મોટી દુર્ઘટના થતી ટાળી શકાઈ. આનંદ ચૌદશની સવારનો સૂરજ ઉગે તે પહેલા સુરતમાં ગણેશજીના વિસર્જન યાત્રા નીકળી રહી છે.
વહેલી સવારથી નિકળતી વિસર્જન યાત્રા શાંતિથી અને ભક્તોના આનંદોલ્લાસ વચ્ચે નીકળી રહી છે. દરમિયાન આઝે 11 વાગ્યા પછી ભાગળ ચાર રસ્તા પરથી વિસર્જન યાત્રામાં નાનકડું વિઘ્ન આવ્યું હતું. ગણેશજીની પ્રતિમા સાથે ફટાકડા મુકવામાં આવ્યા હતા. આ ફટાકડા પર ક્યાંકથી સળગેલો ફટાકડો પડ્યો હતો. જેના કારણે ફટાકડામાં આગ લાગી હતી.
Reporter: admin