વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી આગામી તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે. વડોદરા શહેર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે હેઠળ SVEEP અને TIP અંતર્ગત વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે શુક્રવારે વડોદરા શહેર જિલ્લાની દસ વિધાનસભા મતવિભાગની વિવિધ ૧૪ જેટલી શાળાના અંદાજે ૧૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ માનવ સાંકળ (HUMAN CHAIN) રચી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન જાગૃતિ માટે અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ કાર્યક્રમનું આયોજન કરીને લોકશાહીના પર્વને વધાવી રહી છે. તદનુસાર એમ.કે.શાહ હાઈસ્કુલ, ડેસરમાં ८००,સાવલી હાઈસ્કુલમાં ૭૦૦, એન.જી.શાહ સાર્વ.હાઈસ્કૂલ વાઘોડિયામાં ૫૦૦, દયારામ હાઈસ્કુલ, ડભોઇમાં ૫૦૦, બ્રાઈટ ડે સ્કુલ કારેલી બાગમાં ८००, બરોડા હાઈસ્કુલ, અલકાપુરીમાં ૭૦૦, તેજસ વિદ્યાલય, સુભાનપુરામાં ૧૦૦૦, બ્રાઈટ ડે સ્કુલ, ભાયલીમાં ૧૫૦૦, બેન્જામીન વર્લ્ડ સ્કુલ, ગોત્રીમાં ૮૦૦, નુતન વિદ્યાલય, સમામાં ૫૦૦, કલાકે ભવન્સ સ્કુલ, મકરપુરામાં ૧૫૦૦, પી.પી.શ્રોફ હાઈસ્કુલ,પાદરામાં ૫૦૦ અને માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર, કંડારીમાં ૫૦૦ સહિત કુલ ૧૦ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચી મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો ફેલાવ્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે SVEEP અંતર્ગત વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ HUMAN CHAIN (માનવ સાંકળ) બનાવી દરેક નાગરિક અચૂક વોટ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય અને સૌ પોતાનો કિંમતી અને પવિત્ર મત આપે તેવા હેતુથી શાળા કક્ષાએ માનવ સાંકળ બનાવવામાં આવી હતી.
Reporter: