વડોદરા સંસદીય મતવિસ્તાર બેઠક માટે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે પ્રતિપ્રેષક અધિકારી શ્રી બિજલ શાહે આજે જાહેરનામુ પ્રસિદ્ધ કરતાની સાથે જ સૂચિત ઉમેદવારો દ્વારા નામાંકન પત્રો કચેરી ખાતેથી મેળવવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી આજે પ્રથમ દિવસે ૪૩ ફોર્મનો ઉપાડ થયો હતો.
જેમાં સોશ્યાલિસ્ટ સેન્ટર ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના એક પ્રતિનિધિએ ચાર ફોર્મ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ત્રણ પ્રતિનિધિએ ૧૨ ફોર્મ, ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિએ ચાર ફોર્મ, બહુજન સમાજવાદી પાર્ટીના એક પ્રતિનિધિએ ચાર ફોર્મ, ૧૩ વ્યક્તિએ અપક્ષ તરીકે ૧૯ ફોર્મનો ઉપાડ કર્યો હતો. આમ એકંદરે ૧૯ વ્યક્તિએ ૪૩ ઉમેદવારી પત્રો મેળવ્યા હતા.
Reporter: