આજરોજ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું પ્રતિનિધિ મંડળ અસંખ્ય વાલીઓને સાથે રાખીને કલેકટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. વડોદરા ઝોનમાં ત્રણ સભ્યોની નિમણૂક બાકી હોય ખાનગી શાળાઓ દ્વારા પોતાની રીતે કામ ચલાવું ફી નક્કી કરી, વાલીઓ પાસેથી ઉઘરાવી રહેલાની ફરિયાદના અનુસંધાનમાં વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનને શિક્ષણ મંત્રીશ્રીને તાત્કાલિક ધોરણે ચૂંટણીની આચારસંહિતાના ઉપલક્ષમાં યોગ્ય કાર્યવાહી કરી કાયમી સભ્યોની નિમણૂક કરવા અથવા માન્ય સર્વોચ્ય અદાલતના વચગાળાના આદેશ અનુસાર છેલ્લી ફી એફઆરસી સમિતિ દ્વારા નક્કી કરેલી હોય એ જ ફી તમામ શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
આરડીસી દ્વારા આ દિશામાં યોગ્ય ઘટતું કરી અને શિક્ષણ મંત્રી સુધી વાતની રજૂઆત કરશે તેમ જ ડિસટીક એજ્યુકેશન ઓફિસર શ્રી ને આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા દિશા નિર્દેશ આપશે તેવી હૈયાધારણા આપેલ છે.
,
Reporter: