News Portal...

Breaking News :

મનપા દ્વારા મેલેરિયા વિરોધી માસ અને ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરાશે - જૂન અને જુલાઈ મહિનામાં વિવિધ કાર્યક્રમો યોજાશે

2024-05-30 19:12:10
મનપા દ્વારા મેલેરિયા વિરોધી માસ અને ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરાશે - જૂન અને જુલાઈ મહિનામાં વિવિધ કાર્યક્રમો યોજાશે



 

મેલેરીયા, ડેન્ગ્યુ .ચિકુનગુનીયા જેવા વાહકજન્ય રોગના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જન સમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાના હેતુથી દર વર્ષેની માફક આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જુન માસ 'મેલેરીયા વિરોધી માસ' અને જુલાઈ માસ 'ડેન્ગ્યુ વિરોધી માસ' ની ઉજવણી કરવામાં આવશે.  
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ  વર્ષે જુન-2024 'મેલેરીયા વિરોધી માસ' તથા જુલાઈ-2024 'ડેન્ગ્યુ વિરોધી માસ' ની ઉજવણી ખાસ વિશિષ્ટ વિવિધ આઈ.ઈ.સી. પ્રવૃત્તિઓ હાથ ધરી વાહક જન્ય રોગોના ફેલાવા, અટકાયતના ઉપાયો, નિદાન અને સા૨વા૨ તથા 20 બચાવ અંગેના વિવિધ ઉપાયો વિષે જાણકારી વધે તથા આગામી ચોમાસાની ઋતુ દ૨મ્યાન વાહકજન્ય રોગો જેવાં કે મેલેરિયા-ડેન્ગ્યુ- ચિકનગુનિયાની અટકાયતી અને નિયંત્રણ કામગીરી ઝુંબેશ સ્વરુપે ક૨વા માટે શહે૨ના તમામ સરકારી, અર્ધસરકારી, સ્વૈચ્છીક સંસ્થાઓ તથા નાગરીકો દ્વારા આ ઝુંબેશમાં સહકાર, સહયોગ અને જરૂરી યોગદાન મળી ૨હે તે હેતુથી મહાનગ૨પાલિકાના વિવિધ વિભાગો, સરકારી/ટ્રસ્ટ સંચાલિત/ખાનગી હોસ્પિટલ/ડિસ્પેન્સરી, શાળા, કોલેજો, એસ.ટી. ડેપો, રેલ્વે સ્ટેશન, રેલ્વે કોલોની, પી.ડબ્લ્યુ.ડી.,એસ.આર.પી. કવાટર્સ, પોલીસ સ્ટેશન, પોલીસ કવાટર્સ, પોલીસ ટ્રેનીંગ સ્કુલ,એર ફોર્સ, તથા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓને અપીલ ક૨વામાં આવી છે. 




જુન 'મેલેરીયા વિરોધી માસ', જુલાઈ 'ડેન્ગ્યુ વિરોધી માસ' તથા સમગ્ર ચોમાસા દરમ્યાન સહભાગી થવા માટે વિવિધ કચેરીઓ/ સંસ્થાઓ/વિભાગો મુખ્યત્વે તમામ સરકારી / અર્ધસરકારી/ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કચેરીઓ,તમામ સરકારી/ટ્રસ્ટ સંચાલિત/ખાનગી હોસ્પિટલ/ડિસ્પેન્સરી, શાળા, કોલેજો, એસ.ટી. ડેપો, રેલ્વે સ્ટેશન, રેલ્વે કોલોની, પી.ડબ્લ્યુ.ડી., ઓ.એન.જી.સી.. નર્મદા કોલોની, એસ.આર.પી. કવાટર્સ, પોલીસ સ્ટેશન, પોલીસ કવાટર્સ, પોલીસ ટ્રેનીંગ સ્કુલ, પોસ્ટલ ટ્રેનીંગ સ્કુલ, એર ફોર્સ, ઈ.એમ.ઈ. સ્કુલ, નર્મદા કોલોની, એમ.જી.વી.સી.એલ.. હેવી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિગેરેમાં દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ માટે સૌ પ્રથમ જૂન માસમાં ચોમાસા પૂર્વે તેમની સંલગ્ર સંસ્થા/કચેરીઓના તથા રહેઠાણ વિસ્તારમાં મેલેરીયા-ડેન્ગ્યુ-ચિકુનગુનિયા જેવા રોગ ફેલાવતાં વાહક મચ્છ૨ની ઉત્પત્તિ રોકવા અનુરોધ કરવામાં આવ્યો છે. 





મચ્છરની ઉત્પત્તિ રોકવા શું કરવું જોઈએ 




* રહેઠાણ/કચેરી પરીસર, વિસ્તારમાં આવેલ તમામ પાણી ભરેલ ટાંકી,કોઠી, પીપ વિગેરે પાત્રોની તથા પક્ષી/ઢોરને પીવા માટે રાખવામાં આવેલ પાણીના પાત્રોની દર અઠવાડીયે એક વાર સફાઇ કરાવવી અને સુકવ્યા પછી જ ભરવાની વ્યવસ્થા ગોઠવવી.તથા જે પાણીની ટાંકી કે પાત્રોના ઢાંકણ હવાચુસ્ત બંધ ન કરી શકાયા તેવા હોય અથવા અનિયમિત હોય તે તુર્તજ રીપેરીંગ ક૨વા અને હવાચુસ્ત ઢાંકણ બંધ ક૨વાની કાર્યવાહી તુરંત જ હાથ ધરવી.

• રહેઠાણ/સંસ્થાના પરીસર- વિસ્તારમાં નકામો પડી રહેલ બીન જરૂરી ભંગાર કચરો વિગેરે ચોમાસા પહેલાં સાફ કરાવવો તથા ભંગારમાં વરસાદી પાણી ન ભરાય તે સ્થળે ખસેડી સોર્સ રીડકશન ક૨વું.
• રહેઠાણ/સંસ્થાના પરીસર, બેઝમેન્ટ તથા અગાશીમાં વરસાદી પાણી ન ભરાઈ રહે તેવી વ્યવસ્થા ક૨વી તથા પાણીના લીકેજ હોય તો તરત જ દુ૨સ્ત કરાવવા.
• ચોમાસા દરમ્યાન ઘાબા પર ભરાઇ રહેતા વરસાદી પાણીનો કાયમી નિકાલ ક૨વાની વ્યવસ્થા ક૨વી.
:• જન જાગૃતિ (આઈ.ઈ.સી) માટે હોર્ડિંગ, પોસ્ટર્સ, બેનર્સ, સ્ટીકર્સ વિગેરે લગાવવા.

Reporter: News Plus

Related Post