વડોદરા : બરોડા નગરી હવે ભૂવાનગરી તરીકે ઓળખાવવા લાગી છે ખાસ કરીને ચોમાસામાં શહેરમાં ઘણા વિસ્તારમાં ભૂવાઓ પડ્યા હતા જે સિલસિલો હજી પણ યથાવત ચાલી રહ્યો છે.
શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા વોર્ડ નં.17મા વધુ એક ભૂવો પડ્યો છે છ માસમાં આ વિસ્તારોમાં સાત જેટલા ભૂવા પડ્યા છે. પેટ્રોલ પંપ નજીક ક જ ભૂવો પડતા વાહનચાલકો, મૂંગા પશુઓ માટે જોખમી બન્યો છે એક કાર આ ભૂવામા ફસાઈ છે જેમાં મહિલા કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. લોકોએ દોડી આવી મહિલાને બહાર કાઢ્યા.
ઇલેક્શન વોર્ડ17મા મ્યુનિ. કાઉન્સિલર શૈલેષ પાટીલના વિસ્તારમાં ભૂવો પડતા પાલિકાના અધિકારીઓ બનાવની જાણ થતા સ્થળ પર દોડી આવ્યા હતા અને સર્વે કરી ભૂવાને કોર્ડન કરાયું છે ત્યારે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકાના કેટલાક અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોની કામગીરી સંદર્ભે સવાલો ઉઠાવ્યા હતા.
Reporter: