News Portal...

Breaking News :

ડીસામાં રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીના રૂપિયા 80 લાખની લૂંટ

2024-10-14 12:13:59
ડીસામાં રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીના રૂપિયા 80 લાખની લૂંટ


ડીસા: ડીસામાં લાલ ચાલી ત્રણ રસ્તા પાસે રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીના રૂપિયા 80 લાખની લૂંટ કરવામાં આવી છે. 


આંગડિયા પેઢીનો કર્મચારી એક્ટિવા પર પૈસા લઈને જતો હતો ત્યારે બે શખસો તેને આંતરીને રિવોલ્વર બતાવી રૂપિયા 80 લાખથી વધુ નાણાં લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.ડીસા શહેરમાં હવાલાનું કામ કરતા ટીનાભાઇ રાજપૂતના ઘરેથી તેમનો ઓફિસનો માણસ રૂપિયા 80 લાખ ઉપરાંતની રકમ લઈને ઓફિસ જવા નીકળ્યો હતો. 


ત્યારે વાડી રોડ થઈ લાલ ચાલી વિસ્તારમાંથી નીકળતા બે અજાણ્યા શખસોએ તેને આંતરી બંદૂક બતાવી બેગ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા ડીસા શહેર ઉત્તર તેમજ દક્ષિણ પોલીસની ટીમો પણ દોડી આવી હતી અને લૂંટારોને પકડવા કવાયત હાથ ધરી હતી.

Reporter: admin

Related Post