મુંબઈઃ મુંબઈ-હાવડા મેલ ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી, જેને કારણે તપાસ એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પોસ્ટમાં નાસિકમાં ટાઈમર બોમ્બ દ્વારા બ્લાસ્ટ થવાની ધમકી આપવામાં આવી હતી. આ પોસ્ટમાં મહારાષ્ટ્ર પોલીસ માટે અપશબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. ધમકીભર્યા લખાણમાં કહેવામાં આવ્યું હતું કે ‘ઓ હિન્દુસ્તાની રેલ્વે, તમે આજે સવારે લોહીના આંસુએ રડશો, આજે ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને ટ્રેન 12809માં પણ નાસિક પહોંચતા પહેલા મોટો ધડાકો થશે.રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે સવારે લગભગ 4 વાગ્યે કંટ્રોલ રૂમને ટ્રેન નંબર 12809ની અંદર બોમ્બ હોવાની માહિતી મળી હતી.
ધમકી મળ્યા બાદ ટ્રેનને જળગાંવ સ્ટેશન પર રોકીને તપાસ કરવામાં આવી હતી, પણ તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ પછી ટ્રેનને તેના ગંતવ્ય સ્થળે દોડાવવામાં આવી હતી.ધમકીભરી પોસ્ટને પગલે આજે સવારે 4 વાગે મુંબઈ હાવડા-મેલને જળગાંવમાં રોકીને તલાશી લેવામાં આવી હતી. લગભગ બે કલાકની તપાસ બાદ પણ સુરક્ષાકર્મીઓને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું અને બોમ્બ બ્લાસ્ટની ધમકી માત્ર અફવા સાબિત થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ટ્રેનને ઉડાવી દેવાની ધમકી ફઝલુદ્દીન નામના એકાઉન્ટ દ્વારા આપવામાં આવી હતી.
Reporter: admin