News Portal...

Breaking News :

અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ આજે લગ્નના બંધનમાં બંધાશે

2024-07-12 11:17:06
અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ આજે લગ્નના બંધનમાં બંધાશે


મુંબઇ: એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે.


આ કાર્યક્રમ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાશે. જેમાં અંબાણી પરિવારે દેશ અને દુનિયાની અનેક મહાનુભાવોને આમંત્રણ આપ્યું છે. અનંત-રાધિકાના લગ્નમાં બોલિવૂડના તમામ સેલેબ્સ જ નહીં, આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ હાજરી આપશે.અનંત-રાધિકાના લગ્ન 3 દિવસ સુધી ચાલશે, જેની શરૂઆત 12 જુલાઈના રોજ શુભ લગ્ન સાથે થશે.ત્યાર બાદ 13મી જુલાઈએ આશીર્વાદ સમારોહ અને 14મી જુલાઈએ મંગલ ઉત્સવ યોજાશે.ફિલ્મ સ્ટારોથી ભરપૂર આ લગ્નની શરૂઆત 12મી જુલાઈના રોજ શુભ લગ્ન સમારોહ સાથે થશે.આ લગ્ન સમારોહમાં ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન અને ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ હિલેરી ક્લિન્ટન જેવા વિદેશી પ્રતિનિધિઓ હાજરી આપે તેવી શક્યતા છે.


આ ઉપરાંત પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેર, બ્રિટિશ પોડકાસ્ટર જય શેટ્ટી, ભૂતપૂર્વ સ્વીડિશ વડા પ્રધાન કાર્લ બિલ્ડ, કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્ટીફન હાર્પર, તાન્ઝાનિયાના પ્રમુખ સામિયા સુલુહુ હસન અને ફિફા પ્રમુખ જિઆની ઈન્ફેન્ટિનો પણ લગ્નમાં હાજરી આપશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમાં HSBC ગ્રુપના ચેરમેન માર્ક ટકર,અરામકોના સીઈઓ અમીન નાસર, મોર્ગન સ્ટેનલીના એમડી માઈકલ ગ્રીમ્સ, એડોબના સીઈઓ શાંતનુ નારાયણ, મુબાદલાના એમડી ખાલદૂન અલ મુબારક, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના ચેરમેન જય લી,લોકહીડ માર્ટિનના સીઈઓ ઘણા બિઝનેસમેન પણ સામેલ છે. જેમ્સ ટેકલેટ,બીપીના સીઈઓ મુરે ઓચીનક્લોસ, ટેમાસેકના સીઈઓ દિલહન પિલ્લે અને એરિક્સનના સીઈઓ બોર્જે એકહોલ્મ સહિત ઇવેન્ટનો ભાગ બનશે. તેમજ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ પણ હાજરી આપશે.

Reporter: News Plus

Related Post