News Portal...

Breaking News :

બેકાર બનેલા એન્જીનીયર યુવાન એટીએમ ફ્રોડના રવાડે ચડ્યો

2024-08-21 10:58:55
બેકાર બનેલા એન્જીનીયર યુવાન એટીએમ ફ્રોડના રવાડે ચડ્યો


રાજકોટ : હરિયાણાના ફિરોઝપુર તાલુકાના કંસાલી ગામના ડીપ્લોમાં ઈન મિકેનીકલ એન્જિનિયરની ડીગ્રી ધરાવતા અનિશ સફી મોહમદ મવ (ઉ.વ.31) બેકાર બની જતાં યુ-ટયુબમાં વીડિયો જોઈ એટીએમ ફ્રોડના રવાડે ચડ્યો હતો. .


આ ભેજાબાજ યુવાને એટીએમ મશીનમાં જઈ પૈસા ઉપાડતા પહેલા મશીનનું મોનીટર પોતાની પાસે રહેલી ચાવીથી ખોલી નાખતો હતો. ત્યાર બાદ પૈસા ઉપાડી મોનીટરમાં રહેલી સ્વીચ બંધ કરી નાખતો હતો. ત્યારબાદ ટ્રાન્ઝેકશનમાં એરર ઉભી કરી એટલે કે ટ્રાન્ઝેકશન ડીકલાઈન કરાવી નાખતો હતો. પછી તે બેન્કના હેલ્પલાઈન નંબર પર કોલ કરી, જે-તે એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે ખાતામાંથી પૈસા કપાઈ ગયાનું પરંતુ એટીએમમાંથી નહીં મળ્યાની બોગસ ફરિયાદો કરી બેન્કો પાસેથી ટ્રાન્ઝેકશન કરેલા રૂપિયા પોતાના ખાતામાં રીવર્સ કરાવી છેતરપિંડી આચરતો હતો. 


અનિશે અત્યાર સુધીમાં હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં આ પ્રકારે સંખ્યાબંધ બેન્કો સાથે છેતરપીંડી કર્યાનું બહાર આવ્યું છે. રાજકોટના નાગરિક બેન્ક ચોક પાસે શ્યામ કોમ્પલેક્ષમાં કેનેરા બેન્કનું એટીએમ આવેલું છે. જયાં અનિશે પ્રવેશ કરી રૂા.9 હજાર ઉપાડી લીધા બાદ એટીએમમાં ચેડા કરી ટ્રાન્ઝેકશન ડીકલાઈન કરાવી, રૂપિયા 9 હજાર પરત મેળવવા માટે ફરિયાદ કરી હતી. પરંતુ તેનો ભાંડો ફૂટી જતાં બેન્કે તેના વિરૂદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પીઆઈ મયુરઘ્વજસિંહ સરવૈયા અને પીએસઆઈ એમ.એન. વસાવાએ તપાસ શરૂ કરી તેને ઝડપી લીધો હતો. અગાઉ સાણંદમાં ઓટોમોબાઈલ કંપનીમાં નોકરી કરતો હતો. જે કંપની બંધ થઈ જતાં હરિયાણા જતો રહ્યો હતો. જયાંના ઈલેકટ્રીક વિભાગમાં જૂનિયર કલાર્કની પરીક્ષા માટે એકાદ વર્ષ સુધી તૈયારી કરી હતી. પરંતુ તે પરીક્ષામાં નાપાસ થયો હતો. જેને કારણે બેકાર રખડતો હતો.આ વખતે એક મિત્ર મળી જતાં તેણે એટીએમ ફ્રોડ વિશે માહિતી આપી હતી. ત્યાર પછી તેણે યુ-ટયુબમાંથી કઈ રીતે ફ્રોડ કરવો તેના વીડિયો જોઈ માહિતી મેળવી હતી. જેના આધારે તેણે એટીએમ ફ્રોડ શરૂ કરી દીધા હતા. શરૂઆતમાં હરિયાણા ત્યાર પછી રાજસ્થાન અને ગુજરાતમાં ફ્રોડ કરતો

Reporter: admin

Related Post