યુક્રેન : રશિયા અને યુક્રેન વચ્ચ અઢી વર્ષથી યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. બંને દેશ એકબીજા પર હુમલા કરી રહ્યા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે પહોંચવાના છે તે બે દિવસ પહેલા જ યુક્રેને રશિયામાં ભારે તબાહી મચાવી દીધી છે. તાજેતરના અહેવાલ અનુસાર યુક્રેનના સૈન્યએ પશ્ચિમ રશિયા પર મોટો હુમલો કર્યો છે. માહિતી મુજબ પશ્ચિમ રશિયામાં સેમ નદી પર બનેલા 3 બ્રિજને નિશાને લઈ યુક્રેની સૈન્યએ મિસાઈલ હુમલા કર્યા હતા.
આ હુમલામાં ત્રણેય બ્રિજ ધરાશાયી થઈ ગયાની માહિતી છે. પશ્ચિમ રશિયામાં યુક્રેની સૈનિકોની ઘૂસણખોરી વધતી જઈ રહી છે. જોકે તેમ છતાં રશિયાનો આ શહેર પર કબજો તો યથાવત્ જ છે. રશિયા પોક્રોવ્સ્ક શહેર પર કબજો જમાવવાની તૈયારી કરી રહ્યું છે. રશિયા હવે ગમે ત્યારે યુક્રેનને જડબાતોડ જવાબ આપી શકે છે
Reporter: admin