નવી દિલ્હી : અમૂલ અમેરિકા બાદ હવે યુરોપના બજારમાં પણ પ્રવેશ કરશે.
આ અંગે અમૂલ અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં અમૂલ દ્વારા યુએસમાં લોન્ચ કરવામાં આવેલ દૂધ અતિશય સફળ રહ્યું છે અને હવે તે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છે.
તેમણે શનિવારે ખાનગી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ XLRI દ્વારા આયોજિત ‘અમુલ મોડલઃ ટ્રાન્સફોર્મિંગ ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ’ વિષય પરના 11 મા ડૉ. વર્ગીસ કુરિયન મેમોરિયલ લેક્ચરમાં જણાવ્યું હતું કે, ભારત હવે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક છે અને આગામી વર્ષોમાં વિશ્વના કુલ દૂધ ઉત્પાદનનું એક તૃતીયાંશ ઉત્પાદન ભારતમાં થશે.
Reporter: admin