સોલર પેનલો લગાવવામાં મોખરે છે. એકલા વડોદરામાં જ 60,000 જેટલા ઘરો પર સોલર પેનલો લાગી હોવાનો અંદાજ છે અને સમગ્ર મધ્ય ગુજરાતમાં સોલર પેનલો લગાડનારા ગ્રાહકોની સંખ્યા એક લાખ કરતા વધારે થવા જાય છે
આ સંજોગોમાં સોલર પેનલ થકી વધારાના પૈસા મેળવનારા ગ્રાહકોની સંખ્યા પણ સૌથી વધુ છે.જોકે 2023-24નુ નાણાકીય વર્ષ પૂરુ થઈ ગયુ છે અને મે મહિનો પૂરો થવા આવ્યો છે પણ ગ્રાહકોને તફાવતની રકમ હજી મળી નથી.સૂત્રોએ કહ્યુ હતુ કે સબ ડિવિઝનમાંથી મોકલવામાં આવેલી જાણકારીની હજી તો કોર્પોરેટ ઓફિસમાં ચકાસણી ચાલી રહી છે.આ સંજોગોમાં ગ્રાહકોને સોલર પેનલ થકી જો વધારાની રકમ લેવાની થતી હશે તો તે માટે રાહ જોવી પડશે.
ગ્રાહકો પાસેથી સ્માર્ટ મીટરના નામે એડવાન્સ રિચાર્જનો આગ્રહ રાખતી અથવા તો વીજ બિલની ભરવાની તારીખ પૂરી થયા બાદ તરત જ જોડાણ કાપવાની કાર્યવાહી કરતી વીજ કંપનીના સત્તાધીશો ગ્રાહકોને પૈસા આપવાના થાય તો ગોકળગાયની ગતિએ કામ કરતા હોય છે. કેટલાક ગ્રાહકો તો એવા પણ છે જેમને બે-બે વર્ષથી તફાવતની રકમ મળી નથી અને આ મુદ્દે પણ ગ્રાહકોને યોગ્ય જવાબ મળતા નથી. સોલાર ગ્રાહકો સાથે થયેલા કરાર મુજબ ₹૨.૨૫ પ્રતિ યુનિટ લેખે ગ્રાહકને વીજ તફાવતના નાણાં આપવાના હોય છે.ઘણા ગ્રાહકોએ સોલાર લગાવ્યા બાદ વર્ષ દરમિયાન geb ને વેચેલી વીજ યુનિટની ૭ થી ૮ હજારની રકમ હજુ મળી નથી.
Reporter: News Plus