ભ્રષ્ટાચારનો પોલ ખૂલવાની ડરે ભાજપે ગેરબંધારણીય રીતે સભા મુલત્વી કરી. મેયર, કમિશ્નર ભાગી છૂટ્યા.સભા શરૂ કર્યા પછી વંદેમાતરમ્ પછી સભા મુલત્વી કરતાં વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો.. ફલોર પર બેસી ભાજપના સરમુખત્યારશાહી વલણ દ્વારા પ્રજાના પ્રશ્નો ના જવાબ ન આપવા વિપક્ષ નો સામનો ન શક્યા વિપક્ષ નેતા અમી રાવતે આકરા પ્રહારો કર્યા.મેયરે માહે એપ્રિલની સામાન્ય સભા વગર ચર્ચાએ મુલ્તવી કરી સરમુખ્ત્યાર શાહી વલણનો પરિચય આપ્યો. ઘ જીપીએમસી એકટ મુજબ મહિનામાં એક સામાન્ય સભા બોલાવવી તે ફરજીયાત છે અને તેથી માહે એપ્રિલની સામાન્ય સભા આજરોજ સાંજે ૫-૦૦ કલાકે બોલાવવામાં આવી હતી. સામાન્ય સભામાં તમામ કાઉન્સિલરશ્રીઓ પોતાના વિસ્તારના નાગરીકોને તકલીફ પડતા વિષયોની ચર્ચા કરે છે અને તે કરવાનો તેમને અઘિકાર છે, પરંતુ આજરોજ મેયરશ્રીએ વંદે માતરમ બાદ રજાનો રીપોર્ટ વાંચ્યો અને તરત જ સભા આવતા મહિના ૫ર મુલ્તવી કરી એટલે અમોને ચર્ચા કરવાનો મોકો આપ્યો નહી. આજે વડોદરા શહેરમાં પાણીનો ખુબ મોટો કકળાટ છે, વિસ્તારમાં પાણી મળતુ નથી. ફતેગંજ ખાતેની મુખ્ય નળીકામાં ભંગાણ થયુ હતુ અને આ આખી લાઇન જર્જરીત થઇ ગઇ છે ત્યાર થિંગળા મારીને રીપેર કર્યુ છે. ત્યારે અડઘા શહેરના નાગરીકો પાણી વગર આ ભરઉનાળે ટળવળ્યા હતા. આ ફતેગંજની ફીડર લાઇનને કલમ-૬૭-૩-સી હેઠળ ખર્ચ કરીને ૫ણ તરત બદલવી પડે તેવી છે.
આ પ્રશ્નની રજુઆત આજે કોગ્રે્સ ૫ક્ષ ઘ્વારા કરવાની હતી એટલું જ નહી પરંતુ આજે વડોદરા શહેરના લોકોનુ આરોગ્ય ૫ણ સારૂ નથી, ઘરે ઘરે માંદગીના પ્રશ્નો છે, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી ખાનગી હોસ્પિટલો ભરાઇ ગઇ છે અને સરકારી આંકડાને ઘ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાનુ આરોગ્ય તંત્ર નિદ્રાઘિન છે અને આજે હીટવેવને ઘ્યાનમાં રાખીને આરોગ્ય તંત્રએ શુ પગલાં લીઘા તેની ચર્ચાથી ભાગવા માંગતા હતા ત્યારે આ તંતને ઉઠાવવાનુ કામ ૫ણ આ સભામાં કોંગ્રેસ ૫ક્ષના સભાસદો તરફથી કરવા હતા,એટલું જ નહીં પરંતુ આગામી ચોમાસાને ઘ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા ઘ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે નહી અને કરવામાં આવે છે તો કેટલી કરવામાં આવી છે તેની ચર્ચા કરવાના હતા પરંતુ કયા ડરથી આ લોકોએ ચર્ચા કરવા ન દીઘી ? શુ એમને એ ડર હતો કે હરણી બોટ કાંડના વિષયમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ ઘ્વારા કમિશનરશ્રીને જે આડે હાથે લીઘા તેની ચર્ચા કે આજદિન સુઘી આ ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને વળતર આપ્યુ નથી, તેની ચર્ચાથી ગભરાતા હતા કે પછી સ્માર્ટ સીટી બાબતે કવેરી આવી છે અને સ્માર્ટ સીટીના નામે થયેલા ભ્રષ્ટાચાર બાબતે ચર્ચા થાત તો તે બાબતથી ભાગવાનો પ્રયત્ન કર્યો છે કે પછી બે દિવસ પુર્વ પા.પુ. શાખાના કર્મચારીનુ કરંટ લાગતા અવસાન થયુ તે વિષયને, ઘ્યાનમાં રાખી અને આવા બીજા અનેક મુદદાઓ જે દિનપ્રતિદિન વડોદરા શહેરના નાગરીકોને તકલીફ પહોંચાડે છે તેની ચર્ચા આજરોજ કરવાના હતા પરંતુ ભાજ૫ના ભ્રષ્ટાચારો પછી એ સ્માર્ટ સીટીના હોય કે પીપીપીના ઘોરણે મળતીયાઓને તળાવ ડેવલ૫ કરવા આપેલા હોય તે ભ્રષ્ટાચારની ચર્ચાઓ ન થાય એટલે લોકશાહી પઘ્ઘતિથી ચર્ચા કરાવ્યા વિના સભા મુલત્વી કરી.
આજે મેયરશ્રીએ પ્રેસ નિવેદનમાં આચારસિહંતાનુ બહાનુ કાઢયુ છે ત્યારે સામાન્ય સભામાં ચુંટણી વિભાગ ઘ્વારા વિડીઓ ગ્રાફી થાય છે ભુતકાળની તમામ આંચારસિહતાઓ વખતે ૫ણ સામાન્ય સભાઓ મળી છે અને ચર્ચા ૫ણ થઇ છે પરંતુ આચારસંહિતા ભગનો એક૫ણ કેસ આજદિન સુઘી થયો નથો. એટલું જ નહી પરંતુ દર અઠવાડીયે સ્થાયી સમિતિ મળે છે અને તેમાં સ્થાયી સમિતિના સભ્યો ઘ્વારા પાણી, ડ્રૈનેજ જેવી બાબતનોની ચર્ચા થાય છે અને વર્તમાનપત્રમાં સમાચાર ૫ણ આવે છે, ત્યાં આંચારસહિતા નડતી નથી કારણ કે સ્થાયી સમિતિના વિ૫ક્ષના એક૫ણ સભ્ય નથી. જયારે સભામાં કોંગ્રેસના સભાસદો હોઇ આંચારસહિંતાના બહાના હેઠળ કોંગ્રેસના સભ્યોને ન બોલવા દેવા એ ભાજ૫ના હોદદેદારોનુ બેવડુ વલણ દર્શાવે છે. ઉપરની હકીકત ઘ્યાનમાં રાખી કોંગ્રેસ ૫ક્ષના તમામ સભાસદશ્રીઓ સભાના ફલોર ૫ર બેસી ભારતીય જનતા પાર્ટીના વલણનો વિરોઘ કર્યો અને કમિશનરશ્રીને આ તમામ પ્રશ્નોના નિરાકરણ ત્વરીત રજુઆત કરી હતી.
Reporter: News Plus