શહેરમાં સામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે શહેર ક્રાઈમ બ્રાન્ચે પ્રોહી બુટલેગરોની ધરપકડ શરૂ કરી છે. દરમિયાન પ્રોહીબીશનના આરોપમાં સંડોવાયેલા ફરાર આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે અને શાંતિમય વાતાવરણ બની રહે તે હેતુથી ક્રાઈમ બ્રાન્ચે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માથાભારે તત્વો સામે લાલ આંખ કરીને ધરપકડનો દોર શરૂ કર્યો છે.તાજેતરમાં પ્રિયલક્ષ્મી મિલની ગલીમાંથી રૂપિયા 28,600ની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો હતો. જે બનાવની તપાસમાં આરોપી જાહીદ ઉર્ફે જાવેદ શેખની સંડોવણી બહાર આવી હતી.જે અંગે સયાજીગંજ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં આરોપી જાવેદ શેખ ફરાર હતો. છેલ્લા પોણા બે માસથી ફરાર આરોપી જાહેદ ઉર્ફે જાવેદ શેખ (રહે યાકુતપુરા) ને ક્રાઈમ બ્રાંચે આજે અજબડી મિલ પાસેથી દબોચી લીધો હતો. અને આરોપી જાવેદ શેખને સયાજીગંજ પોલીસના હવાલે કર્યો છે.
Reporter: News Plus