અયોધ્યામાં રામ મંદિર માટે રામલલાની મૂર્તિ બનાવનાર પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજને અમેરિકાએ વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો છે. અમેરિકાએ આ માટે કોઈ નક્કર કારણ આપ્યું નથી. યોગીરાજને 12મી AKKA વર્લ્ડ કન્નડ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અમેરિકા જવાનું હતું.
અરુણ યોગીરાજના પરિવારે વિઝા ન મળવા પર નિરાશા વ્યક્ત કરી છે. અરુણ યોગીરાજની પત્ની વિજેતા પહેલાથી જ અમેરિકા જઈ ચૂકી છે અને આવી સ્થિતિમાં અરુણને વિઝા આપવાનો ઈન્કાર તદ્દન અણધાર્યો છે. શિલ્પકાર અરુણે પણ અમેરિકા જવાની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી હતી. અરુણ યોગીરાજે પણ યુએસ દ્વારા વિઝા નકારવાની પુષ્ટિ કરી હતી.
તેમણે કહ્યું કે મને કોઈ કારણ ખબર નથી, પરંતુ અમે વિઝા સંબંધિત તમામ દસ્તાવેજો જમા કરાવી દીધા છે.વર્જિનિયાના રિચમન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બરની વચ્ચે વર્લ્ડ કન્નડ કોન્ફરન્સ યોજાવાની છે જેમાં ભાગ લેવા માટે તેઓ જવાના હતા તેમણે અમેરિકા જવાની બધી તૈયારીઓ પૂરી કરી લીધી હતી પરંતુ છેલ્લી ઘડીએ તેમને ફટકો પડ્યો હતો.
Reporter: admin