News Portal...

Breaking News :

સ્વતંત્રતા પર્વની ઉજવણી અગોરા મોલ આંગણવાડી ખાતે કરાઈ

2024-08-14 17:33:03
સ્વતંત્રતા પર્વની ઉજવણી અગોરા મોલ આંગણવાડી ખાતે કરાઈ


આ પ્રસંગે ડો રાજેશ શાહ (નીકીર) દ્વારા તિરંગા ના કલર વિશેની માહિતી, અશોક ચક્રની માહિતી અને રાષ્ટ્રીય પર્વોની માહિતી આપવામાં આવી.


આ અવસરે વિશેષ રૂપે શહીદોને યાદ કરીને આઝાદીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અશોક ચક્રની ૨૪ લાઈન વિશે વાત કરતા ૨૪ કલાક કાર્યરત રહી દેશના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. કેસરી રંગ શૂરવીરતાનું પ્રતીક, સફેદ રંગ શાંતિ માટે સમજાવીને “વસુધૈવ કુટુંબકમ” સાર્થક કરતો બતાવવામાં આવ્યો અને લીલો રંગ એ હરિયાળીનું પ્રતિક ગણાવી બાળકોને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “મેરા ભારત મહાન” ના કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.સાથે સાથે વિસ્તારની માતાઓ અને બહેનો દ્વારા મિલેટમાંથી તૈયાર કરેલ તિરંગા કન્સેપ્ટની વિવિધ ખાદ્ય વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી હતી.


આ સ્પર્ધામાં દરેક ભાગ લેનારને વિજય ઈનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વોર્ડ ના પ્રમુખ પંકજભાઈ, મહામંત્રી દિલીપભાઈ, મહિલા મોરચાના પ્રમુખ મીનાબેન, કરસનભાઈ, મુન્નાભાઈ, અંકિતભાઈ, લલીતભાઈ, અજીતભાઈ, પ્રશાંત અને મિત્ર વર્તુળ હાજર રહ્યા.આ કાર્યક્રમમાં બાળકો માટે મોટી ચોકલેટ અને વિક્રમભાઈના માધ્યમથી સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post