News Portal...

Breaking News :

ભરૂચ રેલવે કોલોનીમાં કથિત સામુહિક આપઘાતની ઘટના

2024-07-04 20:51:35
ભરૂચ રેલવે કોલોનીમાં કથિત સામુહિક આપઘાતની ઘટના




ભરૂચની રેલવે કોલોનીમાં સિનિયર સેક્શન એન્જીનિયરના પરિવારનો આડાસંબંધોની આશંકાએ માળો વિખેરાયો 
વડોદરા : ભરૂચની રેલવે કોલોનીમાં સિનિયર સેક્શન એન્જીનિયરના પરિવારની સામુહિક આત્મહત્યાની ઘટનાએ કમકમાટી ફેલાવી દીધી છે.  પત્નીની ગળેફાંસો ખાધેલી લાશ, પુત્રની ગળું દબાવી હત્યા અને પતિની ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યાની ઘટનાએ કમકમાટી ફેલાવી દીધી છે.
ભરૂચમાં આડાસંબંધોની આશંકાએ એક પરિવારનો માળો વિખેરાય ગયો છે. પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ 11 વર્ષના બાળકની ગળુ દબાવી હત્યા કરી હતી અને પોતે ટ્રેન નીચે પડતુ મૂકી આત્મહત્યા કરી લીધી હતી.



ભરૂચ રેલવે કોલોનીમાં કથિત સામુહિક આપઘાતની ઘટના .સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો. જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની તૃપલે રેલવે કોલોની સ્થિત કવાટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાન ઉર્ફે હર્ષવર્ધન પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે મધરાતે અવન્તિકા ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.



આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતા અને ભાઈને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો. જેમાં તમામ હકીકત દર્શાવી હતી. જેના પગલે તેના પિતા અને આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
આ મામલામાં મૃતક તૃપલના અન્ય ઈસમ સાથે લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

Reporter: News Plus

Related Post