News Portal...

Breaking News :

વિદ્યુત સહાયક (ઈલે.આસી.)ની જગ્યાઓ ભુતપૂર્વ એપ્રેન્ટિસો (લાઈનમેન ટ્રેડ) પૈકી લેખિત પરીક્ષા તથા થાંભલો ચઢવાની કસોટીનાં આધારે ભરાશે

2024-07-04 19:42:30
વિદ્યુત સહાયક (ઈલે.આસી.)ની જગ્યાઓ ભુતપૂર્વ એપ્રેન્ટિસો (લાઈનમેન ટ્રેડ) પૈકી  લેખિત પરીક્ષા તથા થાંભલો ચઢવાની કસોટીનાં આધારે ભરાશે





અફવાઓ ફેલાયેલ છે કે નવી જગ્યાઓ આઉટસોર્સિંગથી કે  કોન્ટ્રાક્ટનાં માધ્યમથી ભરાશે 
 વડોદરા : મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક (ઈલે. આસી.) ની ખાલી જગ્યાઓ ભરવા માટે એપ્રેન્ટિસ અધિનિયમ, ૧૯૬૧ હેઠળ જે ઉમેદવારો લાઈનમેન તરીકેના ટ્રેડમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ હેઠળ એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોની નિયત થાંભલો ચઢવાની કસોટી તથા લેખિત પરીક્ષા આયોજિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩-૨૪ ( તા. ૧૧.૦૬.૨૪ સુધી) દરમ્યાન આવા કુલ ૩૭૧ ભુતપૂર્વ એપ્રેન્ટિસોની ભરતી લેખિત પરીક્ષા તથા થાંભલો ચઢવાની પરિક્ષાની ગુણવત્તાનાં આધારે વિદ્યુત સહાયક (ઈલે. આસી.) તરીકે કરવામાં આવેલ છે. તા. ૧૧.૦૬.૨૦૨૪ નારોજ સિલેક્ટ લિસ્ટની નિયત એક વર્ષની મર્યાદા પૂર્ણ થતાં, હવે પછીની ભરતી પ્રક્રિયા ભરતીના નવા નિયમોનુસાર સપ્ટે-ઑક્ટો -૨૦૨૪ માં ભરતી પ્રક્રિયા કરવામાં આવશે અને જે ખાલી જગ્યાઓ હશે તે ઉપરાંત વર્ષ દરમ્યાન ખાલી પાડનાર જગ્યાઓ આ ભુતપૂર્વ એપ્રેન્ટિસોમાંથી ભરતી પ્રક્રિયા પ્રવર્તમાન પદ્ધતિ પ્રમાણે નવા ભરતી નિયમો અનુસાર હાથ ધરવામાં આવશે. 



નવી ભરતી પ્રક્રિયા પ્રમાણે થાંભલો ચઢવાની પ્રેક્ટિકલ કસોટીનાં કોઈ ગુણ રહેશે નહીં પરંતુ, નિયત સમય મર્યાદામાં થાંભલો ચઢીને ઉત્તીર્ણ થવાનું રહેશે. ઉમેદવારોને લેખિત પરીક્ષામાં (૧૦૦ ગુણ પૈકી) મેળવેલ ગુણનાં આધારે(મેરીટનાં આધારે), રોસ્ટરનાં નિયમો તથા ખાલી જગ્યાઓને ધ્યાને લઈ  વિદ્યુત સહાયક  (ઈલે. આસી.)ની ખાલી જગ્યાઓ સામે નિમણૂક આપવામાં આવશે. 



હાલમાં જે અફવાઓ ફેલાયેલ છે કે નવી જગ્યાઓ આઉટસોર્સિંગથી કે અન્ય કોન્ટ્રાક્ટનાં માધ્યમથી ભરવામાં આવશે તેવી બાબતોમાં કોઈ તથ્ય નથી.
પરંતુ, વિદ્યુત સહાયક  (ઈલે. આસી.)ની જગ્યાઓ પ્રવર્તમાન પદ્ધતિનુસાર ભુતપૂર્વ એપ્રેન્ટિસો (લાઈનમેન ટ્રેડ) પૈકી જ લેખિત પરીક્ષા તથા થાંભલો ચઢવાની કસોટીનાં આધારે જ ભરવામાં આવશે. લાગતાં વળગતા ભુતપૂર્વ એપ્રેન્ટિસ (લાઈનમેન ટ્રેડ)એ આ અંગે નોંધ લેવી.

Reporter: News Plus

Related Post