વડોદરા : પૂરની પરિસ્થિતિ બાદ વોર્ડ નંબર 16 ની મુલાકાતે નીકળેલા શાસક પક્ષના નેતા કાઉન્સિલર અને અધિકારીઓ એ મુલાકાત લીધા બાદ કાઉન્સિલર સ્નેહલ પટેલે અધિકારીઓ લોલીપોપ આપતા હોવાના આક્ષેપો કરતા ખળભળાટ ગયો હતો.
વડોદરા શહેર માં પૂરની પરિસ્થિતિને પગલે નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને વિવિધ વિસ્તારોમાં કાઉન્સિલરો નેતાઓ અને રાજકીય અગ્રણીઓ સામે વિરોધ ઉઠ્યો હતો ત્યારે આજે વોર્ડ નંબર 16 માં પૂરના પાણી ને પગલે કરોડોનું નુકસાન નાગરિકોને પહોંચ્યું હોય સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલની રજૂઆત બાદ શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલ, ભાજપના વોર્ડના બંને કાઉન્સિલરો અને અધિકારીઓની ટીમ વોર્ડ નંબર 16 માં મુલાકાત લીધી હતી. જ્યાં નાગરિકોએ નેતાઓ અને અધિકારીઓ સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો સાથે સાથે વહેલી તકે વરસાદી વિકાસ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ કાંસ ઉપર થયેલા દબાવો દૂર કરવા માંગ કરી હતી.
તો બીજી તરફ નાગરિકોને પડખે રહેલ કાઉન્સિલર સ્નેહલબેન પટેલે અધિકારીઓ છેલ્લા ત્રણ વર્ષથી લોલીપોપ આપતા આવ્યા હોવાનું આક્ષેપો કર્યા હતા અને હજુ પણ આ કાંસ ની કામગીરી ને અધિકારીઓની લોલીપોપ જણાવી હતી. અધિકારીઓએ બે પાર્ટમાં કાંસ બનાવવાની રજૂઆત કરતા એક જ વખતમાં સંપૂર્ણ કાંસ નું કામ પૂર્ણ કરવા માંગ કરી હતી.
Reporter: admin