વડોદરા : શહેરમાં હાલ ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી આવાસ યોજના અર્બન-7 રેસિડેન્સીના ટેરેસ પર ગઈકાલે ઇસ્લામિક ઝંડા લગાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે.
સમગ્ર મામલે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદએ જણાવ્યું છે કે, રાત્રે 10 ટાવર અને ગેટ પર ઇસ્લામિક ઝંડા લગાવ્યા હતા. સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરતા લોકોને સમજાવટ કરી ગણેશોત્સવ હોવાથી ઝંડા ઉતારી લેવા અને ઈદે મિલાદે પુનઃ લગાવવા જણાવ્યું હતું. મીડિયામાં અરબી ઝંડા હોવાનું ખોટું છે. એક ઝંડો ઉતરાવ્યા બાદ તમામ ટાવર પર ઝંડા લગાવ્યા છે. સ્થાનિક રહીશોનો સર્વે ચાલી રહ્યો છે. ભાડે મકાનો આપ્યા છે કે કેમ ? તે દિશામાં પણ તપાસ ચલાવીશું.
...
Reporter: admin