News Portal...

Breaking News :

ભાજપ, સેબી પ્રમુખ માધબી બૂચ અને અદાણી જૂથ વચ્ચે સાંઠગાંઠના આરોપ

2024-11-01 21:10:23
ભાજપ, સેબી પ્રમુખ માધબી બૂચ અને અદાણી જૂથ વચ્ચે સાંઠગાંઠના આરોપ


વડોદરા : કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્ષેપોની આતશબાજી કરી છે. 


અદાણી જૂથ અને સેબી પ્રમુખ માધબી બૂચ વચ્ચે સાંઠગાંઠના આરોપોને ફગાવીને સરકારે માધબી બૂચને ક્લિન ચીટ આપી હતી. પરંતુ કોંગ્રેસે આ મુદ્દા પર માધબી બૂચ અને મોદી સરકારને ઘેરવાનું ચાલુ રાખ્યું છે. આ સાથે રાહુલ ગાંધીએ મંગળવારે ભાજપ, સેબી પ્રમુખ માધબી બૂચ અને અદાણી જૂથ વચ્ચે સાંઠગાંઠ હોવાના નવેસરથી આક્ષેપો કરવાની સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્ષેપોની આતશબાજી કરી છે. અદાણી જૂથ અને સેબી પ્રમુખ માધબી બૂચ વચ્ચે સાંઠગાંઠના આરોપોને ફગાવીને સરકારે માધબી બૂચને ક્લિન ચીટ આપી હતી. પરંતુ કોંગ્રેસે આ મુદ્દા પર માધબી બૂચ અને મોદી સરકારને ઘેરવાનું ચાલુ રાખ્યું છે. 


આ સાથે રાહુલ ગાંધીએ મંગળવારે ભાજપ, સેબી પ્રમુખ માધબી બૂચ અને અદાણી જૂથ વચ્ચે સાંઠગાંઠ હોવાના નવેસરથી આક્ષેપો કરવાની સાથે સરકારી તંત્રમાં 'અદાણી બચાઓ સિન્ડિકેટ' ચાલી રહી હોવાનો દાવો કર્યો છે.સેબી પ્રમુખ માધબી બુચ પર હિતોના ઘર્ષણના આરોપો મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના હુમલા સતત ચાલુ છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેરાની વાતચીતનો એક વીડિયો કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેઓ મોદી સરકાર 'અદાણી બચાઓ સિન્ડિકેટ' ચલાવતી હોવાનો આક્ષેપ કરે છે. આ સિન્ડિકેટ હેઠળ અદાણી જૂથ, અગ્રણી નિયામક સંસ્થાઓ અને ભાજપ વચ્ચે ખતરનાક સાંઠગાંઠ હોવાનો તેમણે દાવો કર્યો છે.

Reporter: admin

Related Post