News Portal...

Breaking News :

ધનતેરસ પર બ્રિટનથી 102 ટન સોનાનું નવું કન્સાઈનમેન્ટ ભારતે મંગાવ્યું

2024-11-01 21:01:18
ધનતેરસ પર બ્રિટનથી 102 ટન સોનાનું નવું કન્સાઈનમેન્ટ ભારતે મંગાવ્યું


મુંબઈ  : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ધનતેરસ પર બ્રિટનથી ભારતમાં 102 ટન સોનાનું નવું કન્સાઈનમેન્ટ મંગાવ્યું છે. 


બેંક ઓફ ઈંગ્લેન્ડમાંથી 102 ટન સોનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આ અગાઉ આરબીઆઈએ મે મહિનામાં બ્રિટનમાંથી 100 ટન સોનું મંગાવ્યું હતું. સપ્ટેમ્બરના અંતે આરબીઆઈ પાસે કુલ 855 ટન સોનું હતું. જેમાંથી 510.5 ટન હવે ભારતમાં રાખવામાં આવ્યું છે.ભારતે યુકેમાંથી 100 ટન સોનું પહેલેથી જ પાછું મંગાવ્યું હતું. જે 1990ના દાયકા દરમિયાન એકઠું થયેલું મોટું કન્સાઇનમેન્ટ હતું. જ્યારે સરકારે બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટી દરમિયાન વિદેશી બેંકો પાસે જામીન તરીકે સોનું ગીરવે મૂક્યું હતું. જેથી વિદેશમાંથી પૈસા આવી શકે અને ભારતની અર્થવ્યવસ્થા સુધરી શકે. 


જો કે આજે ભારતની સ્થિતિ મજબૂત છે. આવી સ્થિતિમાં ઉદ્દેશ્ય કટોકટીની પરિસ્થિતિઓમાં તેનો લાભ લેવાને બદલે પૈસા સુરક્ષિત રાખવાનો છે.હાલમાં ભારતનો 324 ટન સોનાનો ભંડાર બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટની દેખરેખ હેઠળ છે. આ બંને બેંકો યુકેમાં આવેલી છે. તેના સુરક્ષિત “બુલિયન વેરહાઉસ” માટે જાણીતી બેંક ઓફ ઈંગ્લેન્ડ 1697 થી વૈશ્વિક કેન્દ્રીય બેંકો માટે કિંમતી ધાતુઓનો સંગ્રહ કરી રહી છે. જેનાથી તે લંડન બુલિયન માર્કેટના પ્રવાહિતાનો લાભ લઈ શકે છે.જો આપણે ભારતના વિદેશી ભંડાર પર નજર કરીએ તો સોનું હવે 9.3 ટકા છે. સોનાના ભાવમાં વધારો થયો છે ત્યારે આવું બન્યું છે. હાલમાં મુંબઈમાં તે રૂપિયા 78,745 પ્રતિ 10 ગ્રામ છે અને આવતા વર્ષે તે રૂપિયા 85,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાની અપેક્ષા છે.

Reporter: admin

Related Post