જૈનોના 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ દિવાળીના દિવસે થયું હતું તે પહેલા 16 પ્રહર એટલે કે બે દિવસ સતત ભગવાને ઉપદેશ આપ્યો હતો અને આ સાંભળનાર તથા ભગવાન બંનેને બે દિવસનો ઉપવાસ થયા હતા તેથી જૈનો આ દિવાળીમાં વર્ષોથી પરંપરાએ છઠ તપસ્ચર્યા કરતા આવ્યા છે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
વધુમાં પક્ષાલ ગ્રુપના વડીલ અગ્રણી રજનીભાઈ શાહે જણાવ્યું હતું કે છેલ્લા ૨૫ વર્ષ થી આખા વડોદરા શહેર દિવાળી ના છઠ્ઠ ની આરાધના પ્રક્ષાલ ગ્રુપ દ્વારા કરાવવામાં આવે છે જેમાં આજે વડોદરા શહેરના ૩૮ જૈન સંઘોમાં 1200 થી વધુ છઠ્ઠની તપસ્યા ભાવિકો દ્વારા કરવામાં આવી છે તેઓના આજે પારણા તથા બહુમાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અલકાપુરી જૈન સંઘના પ્રમુખ CA હિંમતભાઈ શાહ તથા પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં ચાતુર્માસ બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં 200 થી વધારે છઠના તપસ્વીઓના પારણાનો કાર્યક્રમ આજે અલકાપુરી જૈન સંઘમાં ખૂબ ઉલ્લાસપૂર્વક યોજાયો હતો.
દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી દિલેશ મહેતાએ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે સંઘમાં સૌ પ્રથમવાર ગૌતમ સ્વામીના દેવવંદન આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજા સકળ સંઘને કરાવશે ત્યારબાદ દ્વાર ઉદ્ઘાટન સરલાબેન બિપીનચંદ્ર શાહ પરિવાર દ્વારા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં કરશે અને ચૈત્યવંદન બાદ ઉપાશ્રયમાં ગૌતમ સ્વામીનો રાસ , નવસ્મરણ તથા મહા માંગલિક ગુરુદેવ ફરમાવશે અને ભાવિક શાહ પરિવાર દ્વારા બુંદીનો મોટો લાડું ધર્મ ધજા સાથે ગૌતમ સ્વામીને ચડાવવાની વિશિષ્ટ વિધિ આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ દ્વારા કરાવવામાં આવશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
Reporter: admin