News Portal...

Breaking News :

બ્રાઝીલમાં પ્લેન ક્રેસ થતાં સવાર તમામ 62 લોકોના મૃત્યુ

2024-08-10 10:05:05
બ્રાઝીલમાં પ્લેન ક્રેસ થતાં સવાર તમામ 62 લોકોના મૃત્યુ


બ્રાઝિલ: એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સ્થાનિક સૂત્રોના અહેવાલો અનુસાર એવો દાવો કરવામાં આવ્યો છે કે વિમાનમાં સવાર તમામ 62 લોકો મૃત્યુ પામી ગયા છે. 


દુર્ઘટનાસ્થળે હાજર સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્રાઝિલના સાઓ પાઉલો નજીક 62 લોકોને લઈ જતું ક્ષેત્રીય ટર્બોપ્રોપ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.  બ્રાઝિલના વિનહેડોમાં હૈયું કંપાવનરી દુર્ઘટનાના સોશિયલ મીડિયામાં પ્લેન ક્રેશના વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અનિયંત્રિત વિમાન જમીન પર પડી જાય છે. ઘટનાની જાણ થતાં જ બચાવ કર્મીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. 


બ્રાઝિલના સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે વિમાનમાં 62 લોકો સવાર હતા. આ વિમાન વોએપાસ લિનહાસ એરિયાઝ નામની એરલાઇન કંપની દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું હતું.વિમાન પરાના રાજ્યથી સાઓ પાઉલો જઈ રહ્યું હતું. વિન્હેડો નજીક આવેલા વેલિનહોસ શહેરના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં કોઈ જીવીત બચ્યું નથી અને સ્થાનિક કોન્ડોમિનિયમ પરીસરમાં આવેલું એક મકાન પણ આ વિમાન દુર્ઘટનાની લપેટમાં આવી ગયું હતું.

Reporter:

Related Post