News Portal...

Breaking News :

નર્મદા ડેમની જળ સપાટી શુક્રવારે સાંજે વધીને 130.70 મીટરને પાર

2024-08-09 21:08:08
નર્મદા ડેમની જળ સપાટી શુક્રવારે સાંજે વધીને 130.70 મીટરને પાર



વડોદરા : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૩૦.૬૯ મીટર સુધી પહોંચી છે. આજે તારીખ 9 ઓગસ્ટ બપોરે 3 કલાક સુધી ડેમમાં કુલ 3.54 લાખ કયુસેક પાણીની આવક થઇ છે.
સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ 9,460 મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 70 ટકા એટલે કે, 6662 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે 28,464 કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.



નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી શુક્રવારે સાંજે વધીને 130.69 મીટરને પાર કરી ગઈ છે.
ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે 3 લાખ 27121 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે નર્મદા ડેમમા 7020 મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થતા હાલ નર્મદા ડેમ 74 ટકા ભરાયો છે.



મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે બે દિવસ પેહલા ઇન્દિરાસાગરના 12 દરવાજા 3 મીટરથી ખોલતા 3.67 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમમાં થલાવાતા. ઓમકારેશ્વરના પણ 18 ગેટ 6 મીટરથી ખોલી નખાતા 24 કલાક બાદ સરદાર સરોવરમાં 3.27 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી ચર. જેને લઈ સપાટી દર કલાકે 14 થી 15 સેમી વધતા મૌસમમાં પેહલી વાર નર્મદા ડેમના જળસ્તર 130 મીટરને પાર કરી ગયા છે.
નર્મદા ડેમ હાલ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરથી માત્ર 7.99 મીટર જ દૂર છે. સાંજ સુધી ડેમમાંથી જાવક માત્ર 11998 ક્યુસેક જ છે.

Reporter: admin

Related Post