માનનીય વડાપ્રધાન ના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ અને રેલવે બોર્ડના નિર્દેશ પર, પશ્ચિમ રેલવે ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને તેના મુસાફરોને સરળ અને વધુ કાર્યક્ષમ સેવા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ દિશામાં આગળ વધીને, વડોદરા ડિવિઝનમાં સીમલેસ ઓનલાઈન પેમેન્ટ વિકલ્પોની સુવિધા આપવા માટે વડોદરા ડિવિઝનના તમામ કાઉન્ટરો પર QR કોડ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવાનું કામ ચાલી રહ્યું છે. રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે. આ નવી પહેલ હેઠળ, વડોદરા ડિવિઝનના 72 સ્ટેશનોના તમામ અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર પર QR કોડ દ્વારા રેલ ટિકિટ માટે ચુકવણી સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો કે, હાલમાં PRS કાઉન્ટર્સ પર આ QR કોડ ઉપકરણોનું ઇન્સ્ટોલેશન કાર્ય પ્રગતિમાં છે.
રેલવે મુસાફરોને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે UTS મોબાઈલ એપ, ATVM, POS અને UPI જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પોની ઍક્સેસ છે. આ પ્રકારની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના હેતુથી વડોદરા બોર્ડે તેનો વિસ્તાર કર્યો છે. આ નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ હવે મુસાફરોને QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવવા માટે વધુ સગવડ પૂરી પાડશે, આના દ્વારા કોઈપણ યાત્રી સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના ટિકિટનું ભાડું ચૂકવી શકશે.
મુસાફરોને ડિજિટલ ભાડાની ચુકવણી માટે QR કોડનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવે છે.
Reporter: admin