News Portal...

Breaking News :

અલકાપુરીનું ગરનાળા અંધારીયું ઉજ્જડ, બિહામણું , ભાસે છે,૨૦૨૧માં ગરનાળા માં આગ લાગી પછી આખું ગરનાળું કાળુ...

2024-05-02 21:32:53
અલકાપુરીનું ગરનાળા અંધારીયું ઉજ્જડ, બિહામણું , ભાસે છે,૨૦૨૧માં ગરનાળા માં આગ લાગી પછી આખું ગરનાળું કાળુ...

વડોદરા મહાનગર સેવા સદનમાં નવા મેયર, નવા સ્થાયી સમિતિ ના અધ્યક્ષ આવ્ય પછી શહેરીજનો ની અપેક્ષાઓ વધી ગઈ. હવે શહેર સ્વચ્છ થઈ જશે, પીવાનું શુદ્ધ પાણી દરેક વિસ્તારમાં મળશે, આરોગ્ય સેવા સુ઼ધરીજશે પણ આમાનું કાંઈ ન થયું એટલે શહેરીજનોના અરમાનો ઉપર પાણી ફરી વળ્યાં. એ તો જાણે ઠીક, પણ ન કરવાની કામમાં લાખો કરોડો ખર્ચી નાંખનાર સેવા સદનને "ખાટલે મોટી ખોટ"હોય તેવો ધાટ છે. 

છેલ્લા ત્રણ સાડા ત્રણ વરસ થી ઼અલકાપુરીનું ગરનાળા અંધારીયું ઉજ્જડ, બિહામણું , ભાસે છે, અંદરથી પસાર થનાર ને હોરર ફિલ્મનો ભયાનક સેટ તૈયાર કર્યો હોય તેવું લાગે છે. 

 છતમાંથી સદાય ટપકતું પાણી તંત્રની ધોર બેદરકારી નો અહેસાસ કરાવે છે. આસપાસ ની કાળી ડીબાંગ દિવાલો ભયંકરતાની ચાડી ખાય છે. 

મનપાના સત્તાધિશો આ ગરનાળા માંથી દિવસના બે ત્રણ વાર પસાર થતા હશે પણ કોઈ ને સુજકો પડતો નથી. સેવા  સદન રેલવે ઉપર અને રેલવે સેવાસદન ઉપર કામની જવાબદારી ઢોળે છે. કાળા ડીબાંગ ગરનાળા માંથી પસાર થનારને કોલસાની ખીણમાં થી પસાર થતાં હોવાનો અહેસાસ થાય છે. 

ડ્રેનેજના ખુલ્લા ઢાંકણા, વરસાદી ડ્રેનેજ ના તૂટીને બેસી ગયેલાં ઢાંકણા સત્તાધીશોની દીર્ધદષ્ટિની ચાડી ખાતાં હોય તેમ ઊભા છે. અગાઉ તંત્ર હરકતમાં આવ્યું હતું જોખમી ભાગ ને રીપેર કરી, વરસાદી ગટરના તૂટેલા ઢાંકણા નવા નાખવામાં આવ્યા હતા. બાકીનું કામ હંગામી ધોરણે થીગડા મારી પુરુ કરવા માં આવ્યુ હતું. પણ કાયમી ઉકેલ કોઈને જડતો નથી. સેવા સદનની દરિદ્રતા જોવી હોય તો પગપાળા ગરનાળા માં થી પસાર થશો. , એટલે ખ્યાલ આવશે કે તંત્રની દ્રષ્ટિ કેવી છે?  મુ. મં. ભુપેન્દ્ર પટેલને ટકોર કરવી પડી હતી કે, વિકાસ માટે વડોદરા કેમ પાછળ રહી ગયું છે? આ શરમ જનક ટકોર સત્તા સ્થાને બેસેલા ભાજપના નેતાઓ માટે હતી. પણ કોઈ ને શરમ લાગી નથી. ૨૦૨૧માં ગરનાળા માં આગ લાગી પછી આખું ગરનાળું કાળ�


અલકાપુરી ગરનાળાની નબળી કામગીરી.બે મહિનામાં જ પોલ ખુલી. પાલિકા અને રેલવેના સંકલનમાં થતી કામગીરીમાં ગફલા.હકીકત કામગીરી. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપથી ચાલતો ભ્રષ્ટાચાર. ગરનાળા બાબતે કોઈપણ કાઉન્સિલર, ધારાસભ્ય કે સાંસદ બોલવા તૈયાર નથી. વર્ષોથી એક સરખી સમસ્યા.બન્ને બાજુ પ્લાસ્ટર, ઉપર સીલીંગ, નીચે રોડ ની કામગીરી નબળી.વરસાદમાં પાણી ભરાશે ત્યારે સમસ્યા વધશે. હાલમાં સ્લેબ/ સિલીંગમાંથી કોઈ વિચિત્ર કેમીકલ સાથેનાં પોપડા ઉખડી રહ્યા છે.કોઈ વાહન ચાલક કે રાહદારી માટે જોખમકારક છે.સબસલામત અને ગેરંટી આપતા પાલિકાનાં હોદ્દેદારોને વિનંતી કે  જઈને ગરનાળા દર્શન કરી આવે.તત્કાિલન મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલનાં સમયમાં ગરનાળાની કામગીરી હાથ ધરાઈ હતી.ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા.

Reporter: News Plus

Related Post