ડભોઇ: તાલુકાના યાત્રાધામ ચાંદોદ નગરમાં રખડતા પશુઓની ભરમાર અને મુખ્ય બજારોમાં વારંવાર તેઓની ધાધલ ધમાલ છતાં પણ પંચાયત સત્તાધીશો જરૂરી કાર્યવાહી હાથ ધરવાને બદલે માત્ર તમાશો જોઈ રહ્યા છે.
ગુજરાતના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદ ના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજારોમાં ગધેડા, આખલા, ગાય જેવા રખડતા પશુઓનું મોટા પાયે સામ્રાજ્ય ફેલાયું છે જેમાં 15 થીએ વધુ તો આખલાઓનીજ સંખ્યા છે જે આખલાઓ નગરના ભરચક વિસ્તારમાં વારંવાર દ્વંદ યુદ્ધે ચડી અરાજકતા ફેલાવી દુકાનદારો વાહન ચાલકોને નુકસાન પહોંચાડી આબાલ વૃદ્ધ સૌના જીવ જોખમમાં મૂકતા રહ્યા છે શુક્રવારે રાત્રિના પણ ચાંદોદના ત્રવાડી ટેકરા ગણેશ પંડાલ પાસેના મુખ્ય માર્ગ પર બે આખલાઓ શીંગડે શિંગડા ભેરવી રીતસરના બાથે ચડ્યા હતા અને આખાય વિસ્તારમાં આતંક મચાવ્યો હતો આખલાના આ યુદ્ધે આસપાસ ના દુકાનદારો અને રાહદારીઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા
ઉપરાંત ઝઘડતા ઝઘડતા હોટલના ઓટલે ઘસી જઈ ટેબલ ખુરશી તેમજ પાણી લાઈનની તોડફોડ કરી મૂકી હતી તો સ્કૂટર સવાર બે લોકો આ ધમાલનો ભોગ બનતા આબાદ બચી ગયા હતા વિસ્તારના રહેવાસીઓએ લાકડાના ફટકા તેમજ પાઇપ-ડોલ દ્વારા સતત પાણીનો મારો કરી આખલાઓને છૂટા પાડવાનો પ્રયત્ન કરતા અડધા કલાક બાદ કાળીયા ધોળીયા નું દ્વંદ યુદ્ધ પૂર્ણ થયું હતું ચાંદોદ નગરમાં રખડતા પશુઓનું સામ્રાજ્ય અને આતંક દિવસે ને દિવસે વધતો જાય છે પરંતુ પશુ માલિકો સામે કાર્યવાહી કે પછી રખડતા પશુઓને ડબ્બે પુરવાની કાર્યવાહી બાબતે ચાંદોદ ગ્રામ પંચાયત સત્તાધીશો માત્ર હાથ પર હાથ દઈ બેસી રહી ગ્રામજનો, પર્યટકો, યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓના જીવ જોખમાતા દેખી રહ્યા છે હાલ ગણેશ મહોત્સવ નો પ્રારંભ થયો હોય નગરમાં અનેક જગ્યાએ શ્રીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે.
Reporter: admin