ડભોઇ : શહેર ટાવર ચોકમાં આજથી ધારાસભ્યની ઉપસ્થિતિમાં અમારું સદસ્યતા અભિયાન સર્વસ્પર્શીય અને સર્વનો સમાવેશી છે
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહજ એક અંક નથી વિચારધારાના વાહક છે.દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી દ્વારા 2 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે આજરોજ ડભોઇ વિધાનસભા ક્ષેત્રના ડભોઇ શહેર ટાવર ચોક ખાતેથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ઉપસ્થિતિમાં અને ભાજપના આગેવાનોની હાજરીમાં સદસ્યતા અભિયાન શરૂઆત કરવામાં આવી છે તેમાં ધારાસભ્ય એ જણાવ્યું હતું કે સૌપ્રથમ સભ્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે. આ અભિયાનનું લક્ષ્ય વર્ષ 2014ની જેમ ભારતીય જનતા પાર્ટીને વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી બનાવવાનું છે.
આ અભિયાનનું લક્ષ્ય સર્વસ્પર્શી અને સર્વસમાવેશી છે.આજે આપણાં ભારત દેશમાં 1,500થી વધુ રાજકીય પક્ષો છે. પરંતુ કોઈ પણ એવી પાર્ટી નથી, જે લોકતાંત્રિક પદ્ધતિઓથી વિશ્વાસ અને ખુલ્લાપણની સાથે દર 6 વર્ષ પછી અભિયાન ચલાવતા હોય. આ વાત જગ જાહેર છે કે એક સમયે ભારતીય જનતા પાર્ટીમાં બે સભ્ય હતા અને આજનો એક સમય છે જ્યારે ભાજપા પાર્ટી ભારત જ રહી દુનિયામાં સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી છે. જેને પોતાના સંઘર્ષના દિવસોમાં અનેક તકલીફો, પડકારો, અનેક હાર, અનેક પરાજય જોઈ છે. આ અભિયાન પૂર્ણ થશે પછી નવું સંગઠન બનશે અને આજથી ટાવર ચોક ખાતેથી સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલા માટે જરૂરી છે કે આપણે સૌ દરેક ગામ દરેક ઘર અને શહેર તાલુકા માં જઈને ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર કરીએ. જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહાન ભારત અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે...
Reporter: admin