News Portal...

Breaking News :

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા ભવ્યાતિભવ્ય સ્નેહ મિલન

2024-11-11 17:04:23
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા ભવ્યાતિભવ્ય સ્નેહ મિલન


પ.પૂ. ગુરુદેવ, વંદનીય માતાજીની અસીમ કૃપા અને આદરણીય શ્રદ્ધેયા દીદી, આદરણીય શ્રદ્ધેય ડોક્ટર સાહેબ ના આશીર્વાદથી સંવત ૨૦૮૧ ના નુતન વર્ષ ના પાવન સ્નેહ મિલનની ખુબ જ ઉમંગ ઉત્સાહ સાથે વડોદરા ગાયત્રી પરિવાર દ્વારા શાનદાર ઉજવણી 


જેમાં સમન્વય સમિતિ, વડીલો, વરિષ્ઠો, પ્રત્યેક શાખા ના સંચાલકો એ શુભેચ્છાઓનુ આદાન પ્રદાન કર્યું, જેથી પરસ્પર પરિવાર ની ભાવના બુલંદ બની એક બીજાની નજીક સ્નેહ ના તાંતણે બંધાયા સૌએ સાધના દ્વારા પોતાના વ્યક્તિત્વ ને શ્રેષ્ઠ બનાવવા ના સંકલ્પો લેવા આ હતા આ આયોજન તા.૧૦-૧૧-૨૪ રવિવાર ના રોજ જલારામ લુહાણા કોમ્યુનિટી હોલ ઈલોરાપાર્ક વડોદરા મા સંપન્ન કરવામાં આવ્યું સમગ્ર સ્નેહ મિલન નુ સંચાલન (એન્કરીગ) યુથ ગૃપ ના ધારીણીબેન નાયક કર્યું હતુ.વડોદરા શહેર કન્વીનર રામેશભાઈ પટેલ દ્વારા વર્ષ દરમ્યાન પ્રત્યેક શાખા ઓ દ્વારા થયેલા સાધનાત્મક રચનાત્મક કાર્યો નો અહેવાલ રજૂ કર્યો હતો યુવા પ્રકોષ્ઠ પ્રભારી સુરેખા બેન તલાટી એ યુવા પ્રકોષ્ઠ વરેણ્યં યુથ ગૃપ દ્વારા થયેલા કાર્યોનો અહેવાલ રજૂ કર્યો હતોઆવો ઘઢે સંસ્કાર વાન પેઢી - (એજીએસપી) વડોદરા શહેર ની જવાબદારી સંભાળી રહેલા ઉમાબેન પંડ્યા દ્વારા ગર્ભોત્સવ સંસ્કારનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો 


વડોદરા શહેર બાળ સંસ્કાર શાળાઓની જવાબદારી સંભાળી રહેલા તરુલત્તા બેને બાળ સંસ્કાર શાળા અને સ્વાધ્યાય કેન્દ્રોનો અહેવાલ રજૂ કર્યો હતો.દીપ યજ્ઞનુ સંચાલનઆદરણીય પ્રજ્ઞા પુત્રી મિનાક્ષીબેન કાબરીઆ દ્વારા સંપન્ન કરવામાં આવેલ પુજ્ય બેન દ્વારા જ્યોતિ કલશ યાત્રા શામાટે તેનુ વિશેષ મહત્વ અને ઉદેશ્ય ની વિસ્તૃત સમજણ આપી હતી ઘરે ઘરે દેવ પરીવાર બનાવી સૌને જ્યોતિ કલશ યાત્રામા જોડવા માટે સૌને સંકલ્પીત કર્યા હતા સાથે પ્રંતિય યુવા શિબિર સુરત અને રાજપીપળામા સંપન્ન થવા જઈ રહેલ યજ્ઞમાં વિશેષ સહયોગ આપવા જણાવ્યું હતું સાથે સર્વ રોગ નિદાન કેમ્પ, દંત ચિકિત્સા કેમ્પ, ફીઝીઓ થેરાપી કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતુ સેંકડોની સંખ્યામાં લોકો એ તેનો લાભ લીધો હતો નવેમ્બર માસમાં જેના પણ જન્મદિવસ હતા તેઓ ને પણ સ્ટેજ પર બેસાડી પુષ્પવૃષ્ટિ કરી શુભકામનાઓ શુભેચ્છા ઓ પાઠવવામા આવી હતી વડોદરા શહેર પ્રત્યેક શાખાના સંચાલક પરિજનો વડીલો વરિષ્ઠો સાથે ૬૦૦ થી વધારે ભાઈ બહેનો એ લાભ લીધો હતો અને સૌ સાથે ભોજન પ્રસાદ લઈ છુટા પડ્યા હતા

Reporter: admin

Related Post