પ્રયાગરાજ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ મહાકુંભને લઈને અખાડાઓની બેઠકમાં ભારે હોબાળો થયો.
સંતો-મહંતો વચ્ચે ભારે મારામારી થઈ. અખાડાઓથી જોડાયેલા સંતોએ એકબીજાને લાફાવાળી, ઢીકાપાટુ પણ વરસાવ્યા હતું. મહાકુંભના મેળા વહિવટી તંત્રની અખાડાઓની બેઠક કાર્યાલયમાં થવાની હતી. અખાડા પરિષદ હાલના દિવસોમાં બે ભાગમાં વહેંચાયેલું છે. બંને જૂથોના પદાધિકારી આ બેઠકમાં આમને-સામને થઈ ગયા અને વાદ વિવાદ બાદ મારામારી પણ થઈ હતી.મારામારીના કારણે મોડા સુધી અફરા તફરીનો માહોલ રહ્યો. સંતો વચ્ચે થયેલી મારામારીના કારણે બેઠક યોજાઈ શકી નહીં. જણાવી દઈએ કે, પ્રયાગરાજ મેળા વહિવટી તંત્રની બેઠક યોજાવાની હતી.
વહિવટી તંત્રની બેઠક માટે અખાડા પરિષદના બંને જૂથોને બોલાવવામાં આવ્યા હતા.ઔપચારિક રીતે બેઠકની શરૂઆત થતા પહેલા જ હોબાળો શરૂ થઈ ગયો. મારામારીના કારણે આ ઘટનામાં કેટલાક સંતોને સામાન્ય ઈજા પણ આવી છે. મળતી માહિતી અનુસાર, પૂર્વ અધ્યક્ષ નરેન્દ્ર ગિરીના મોત બાદથી અખાડા પરિષદ બે જૂથમાં વહેંચાયું છે.આ મામલા અંગે અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ કહ્યું કે, 'જમીન વહેંચણીને લઈને વિવાદ થયો છે, કેટલાક સંતો તરફથી હોબાળો કરાયો. મહાકુંભ માટે જમીન વહેંચણીને લઈને એકબીજા સાથે સંતો ઝઘડ્યા, બંને જૂથોની બેઠક બોલાવવામાં આવી હતી. 'નિર્મોહી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્ર દાસે કહ્યું કે, 'જ્યારે પણ કોઈ મેળો થાય છે તો જે અખાડાના પદાધિકારી છે તેમને બોલાવવામાં આવે છે. પરંતુ કુંભ મેળામાં આવું બે-ત્રણ વાર થયું છે કે પદાધિકારીઓને ન બેસાડીને બીજાને બેસાડવામાં આવે છે, જેમ કે જૂના અખાડા. જૂના અખાડાઓનો રેકોર્ડ સારો નથી, ઝઘડા કરવા અને વિવાદ કરવાનું જ કામ છે. અમને ત્યાં બેસવાની જગ્યા નથી મળી તો અમે બોલ્યા જેના પર જ જૂના અખાડાના પ્રેમ ગિરીએ હુમલો કરી દીધો હતો.
Reporter: admin