News Portal...

Breaking News :

રાજ્યમાં પ્રથમ વખત પશુ ભંડારાનું આયોજન કરતું શ્રવણ સેવા ફાઉન્ડેશન

2024-11-07 19:53:11
રાજ્યમાં પ્રથમ વખત પશુ ભંડારાનું આયોજન કરતું શ્રવણ સેવા ફાઉન્ડેશન


તા. 8, નવેમ્બરના રોજ દેશ-દુનિયામાં જલારામજયંતિની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવનાર છે. તે પૂર્વે રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પશુ ભંડારાનું આયોજન કર્યું છે. શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર દ્વારા 2001 કિલો ફળોને જલારામબાપાના ચરણોમાં અર્પણ કરીને 33 કોટી દેવી-દેવતાઓનો જેમનામાં વાસ છે, તેવા ગો માતાને અર્પણ કરવામાં આવ્યા છે. આ તકે નીરવ ઠક્કરે જણાવ્યું કે, જલારામજયંતિ નિમિત્તે માણસો માટે ભંડારાનું આયોજન થતું આવ્યું છે, ત્યારે અમે ગૌ માતા માટે રાજ્યના પ્રથમ સૌથી મોટા પશુ ભંડારાનું આયોજન કર્યું છે. આપણી સંસ્કૃતિમાં જેને ઉંચો દરજ્જો આપવામાં આવ્યો છે, તેવા ગૌ માતાની સેવામાં વધુમાં વધુ લોકોને જોડવાનો અમારો પ્રયાસ છે. 




-  ગૌ માતા માટે રાજ્યના પ્રથમ પશુ ભંડારાનું આયોજન
નીરવ ઠક્કરે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, શ્રવણ સેવા ફાઉન્ડેશન વિતેલા પોણા ચાર વર્ષોથી ફૂટપાથ પર જીવન વ્યતિત કરવા મજબુર નિસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજનસેવા, સારી સ્વાસ્થ્ય સેવાઓ, પગભર કરવાના પ્રયાસો તથા અન્ય રીતે મદદરૂપ થઇ રહ્યા છીએ. તેની સાથે વિતેલા 8 મહિનાથી અમે પાંજરાપોળમાં આશરો લેતી ગૌ માતાની સેવા માટે લોકોને જોડવાના પ્રયાસો કરી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, ગૌ માતામાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. હવે દેશભરમાં શ્રવણ સેવા ફાઉન્ડેશના ઇષ્ટ, આરાધ્ય અને પ્રેરક પ્રભુશ્રી જલારામબાપાના જયંતિની તૈયારીઓ કરી દેવામાં આવી છે, ત્યારે તે પૂર્વે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગૌ માતા માટે રાજ્યના પ્રથમ પશુ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. 



- ગરમ રોટલી, ગોળ, ઔષધીય લાડુ, પૌષ્ટિક આહાર અને લીલા ઘાસની ભોજનસેવા તો ખરી જ
નીરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે,અમે આજરોજ 2001 કિલો ફળોનો ભોગ જલારામબાપાના ચરણોમાં અર્પણ કર્યો છે. અને તે તમામને પ્રસાદી સ્વરૂપે ગૌ માતાને અર્પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ ગરમ રોટલી, ગોળ, ઔષધીય લાડુ, પૌષ્ટિક આહાર અને લીલા ઘાસની ભોજનસેવા તો ગૌ માતા માટે ખરી જ. આ સેવાકાર્યમાં શ્રવણ સેવક યોગદિપસિંહ જાડેજા તથા અન્યનો સહકાર મળ્યો છે.
- ગૌ માતા માટે અનોખું આયોજન કરવામાં આવ્યું                             નીરવ ઠક્કરે આખરમાં જણાવ્યું કે,આવતી કાલે જલારામબાપાની જયંતિ નિમિત્તે ઠેર ઠેર ભંડારાનું આયોજન કરશે. લાખો લોકો અલગ અલગ ભંડારામાં પ્રસાદી અર્પણ કરીને ધન્યતા અનુભવશે. તેવા સમયે અમારા દ્વારા ગૌ માતા માટે અનોખા પશુ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં પણ વધુમાં વધુ લોકોને 33 કોટી દેવી-દેવતાઓનો જેમનામાં વાસ છે, તેવા ગૌ માતાની સેવામાં જોડવા માટે પ્રયત્નો કરવામાં આવનાર છે.

Reporter:

Related Post