નવી દિલ્હી :ભારત સરકારના એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહને વાયુસેના પ્રમુખનો કાર્યભાર સોંપાયો છે. તેઓ વર્તમાનમાં વાયુસેનાના ઉપપ્રમુખ છે.અમર પ્રીત સિંહ 30 સપ્ટેમ્બર,2024 ના રોજ બપોરે એયર ચીફ માર્શલનો પદભાર સંભાળશે. અને એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીનું સ્થાન લેશે. જેઓ 30 સપ્ટેમ્બરે સેવા નિવૃત થઈ રહ્યા છે.
એર માર્શલ અમર પ્રીત સિંહે 1 ફેબ્રુઆરી -2023ના રોજ વાયુસેનાના 47માં ઉપ પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો.ભારતીય વાયુસેના સાથે તેમની સફર 1884માં શરૂ થઈ હતી. સિંહ વાયુસેનામાં 21 ડિસેમ્બર-1984માં ભારતીય વાયુસેનાની ફાઇટર વિંગમાં જોડાયા હતા.
સેન્ટ્રલ એયર કમાન્ડ (CAC)ની ભૂમિકા સંભાળતા પહેલા તેમણે પૂર્વીય વાયુ સેનામાં વરીષ્ઠ એર સ્ટાફ ઓફિસર તરીકે પણ ફરજ અદા કરી છે.
નેશનલ ડિફેન્સ એકેડમી,વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજ અને નેશનલ ડિફેન્સ કોલેજના પૂર્વ વિધાર્થી સિંહે મિગ -27 સ્કોર્વડનના ફલાઇટ કમાન્ડર અને કમાંડિંગ ઓફિસર સાથે એક એયર બેઝના એયર ઓફિસર કમાંડિંગ સહિતની મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.
Reporter: admin