શાસ્ત્રોમાં જણાવાયું છે કે જ્યારે સમાજ પર આપત્તિ આવી ત્યારે દધિચિ રૂષિ એ શસ્ત્રો બનાવવા માટે પોતાના પ્રાણની આહુતી આપી હતી.
આધુનિક યુગમાં આ કાર્ય તો સંભવ નથી પરંતુ અટલાદરા સ્થિત બી એ પી એસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે તબિબો તથા કર્મચારી ગણની સમજાવટથી ઝઘડીયા તાલુકાના હીચવાડા ગામના દર્દી પ્રસન્ના બા નું બ્રેઈન ડેડ થતાં તેઓના પતિ તથા પુત્રો અંગદાન થકી અન્ય જરૂરિયાત મંદ વ્યક્તિઓમાં પૂનઃ પ્રાણ ધબકતો કરી પોતાના અંગત આત્મીય ને જીવિત અનુભવી શકે તે અર્થે અંગદાન કરવા સહમત થયા હતા.
એકસઠ વર્ષિય પ્રસન્ના બા ની બે આંખ, બે કીડની તથા લીવર મળી પાંચ અંગનું દાન કરતા પાંચ વ્યક્તિઓ નવી જીંદગી જીવી શકશે જેનો શ્રેય તેમના પરિવાર સહ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના તબીબો સહ કર્મચારી ગણ ને જાય છે
Reporter: admin