અમદાવાદ ઈન્દોર હાઇવે ઉપર આવેલ થર્મલ પાવર સ્ટેશન ની ચોકડી ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતો નાં બનાવો વધવા લાગ્યા છે ત્યારે અહીં રોડ ની બંને સાઈડોએ અમુક લોકો ગેરકાયદેસર રીતે રોડ ઉપર જ પોતાના સાધનો પાર્ક કરી દેતા હોય છે ત્યારે અવરજવર કરતા અનેક રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું પડે છે
ઉલ્લેખનીય છે કે અહીં ચોકડી પડતી હોય જેથી નડિયાદ જિલ્લા ટ્રાફિક પોલીસ પણ અનેકવાર આ ચોકડી ઉપર ઊભેલી જોવા મળતી હોય છે ત્યારે આ પોલીસ માત્ર રિક્ષાઓ અને નાના સાધનોને રોકી પોતાનો ટાર્ગેટ પૂરો કરતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે તેઓને આ ગેરકાયદેસર પાર્ક કરેલા સાધનો જોવાતા નહીં હોય તેવા અનેક સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે
તેમજ ગળતેશ્વર તાલુકાના ટ્રાફિક ના માણસો પણ આ ચોકડી ઉપર અવારનવાર પોતાની પ્રાઇવેટ ગાડી લઈ ઉભા રહેતા હોય છે અને અવરજવર કરતી અનેક ગાડી રોકી તેઓને નાનો મોટો દંડ કરતા હોય છે ત્યારે તેઓ આ ચોકડી ઉપર આવેલ રોડ ની બંને સાઈડો માં પાર્ક કરેલ સાધનો કેમ હટાવતા નથી કે તેઓ સામે કોઈ કાયદેસર કાર્યવાહી કરતા નથી અને માત્ર મૃત પ્રેક્ષક બને જોતા જ રહે છે છેલ્લા ત્રણેક વર્ષમાં અનેક અકસ્માતો આ ચોકડી ઉપર બનવા લાગ્યા છે ત્યારે આ એક અકસ્માત ઝોન તરીકે પણ જાણીતું થયું છે ત્યારે આ બાબતે જિલ્લા પોલીસ વડા યોગ્ય તપાસ કરી આ ગેરકાયદેસર પાર્કિંગ કરતા સાધનો બંધ કરાવે તેવી લોકોને લાગણી અને માગણી ઉઠવા પામી છે.
Reporter: News Plus