8 મેના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) ની મેચ નંબર 57 માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે ટક્કર થઈ હતી. હૈદરાબાદમાં રમાયેલી આ મેચમાં લખનૌને 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ મળીને 58 બોલમાં 166 રનનો રેકોર્ડબ્રેક ટાર્ગેટ હાંસલ કર્યો હતો, જે મેન્સ T20 ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો દસ ઓવરનો સ્કોર છે.
આ મેચમાં હાર બાદ કેએલ રાહુલ અને લખનૌ ટીમના માલિક સંજીવ ગોયન્કા વચ્ચેનો એક વીડિયો ચર્ચામાં છે, જેમાં તે કેએલ રાહુલ પર ઘણા ગુસ્સે જોવા મળ્યા હતા. આ વીડિયો જોયા બાદ ક્રિકેટ ફેન્સ પણ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા. તેમણે ગોએન્કાના વર્તન પર સવાલો ઉઠાવ્યા હતા.
આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 10 વિકેટે હાર્યા બાદ કે.એલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના માલિક સંજીવ ગોયન્કા સામે સંપૂર્ણપણે લાચાર દેખાતો હતો. વિડિયો જોતી વખતે, કોમેન્ટેટર્સ પણ એવું બોલ્યા કે આવી વાતચીત ડ્રેસિંગ રૂમની અંદર બંધ રૂમમાં થવી જોઈએ. રાહુલ સાથેની વાતચીતમાં ગોએન્કા ખૂબ જ ગુસ્સામાં દેખાતા હતા. આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.
Reporter: News Plus