ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં 4,77,392વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ગત વર્ષે વિદ્યાર્થિનીઓની પાસ ટકાવારી 80.39 ટકા નોંધાઈ હતી, જ્યારે વિદ્યાર્થીઓની 67.03 ટકાવારી નોંધાઈ હતી. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ધરખમ વધારો થયો છે.રાજ્યનું સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા આવ્યું છે. જ્યારે સાયન્સનું પરિણામ 82.45 ટકા પરિણામ આવ્યું છે. તો વડોદરામાં 25 હજારથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. ત્યારે વડોદરાનું ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું 82.50 ટકા અને સામાન્ય પ્રવાહનું 85.23 ટકા પરિણામ આવ્યું છે. પરિણામ આવતા શાળામાં વિદ્યાર્થીઓ પરિવાર સાથે પહોંચ્યા હતા. વડોદરાનું ગત વર્ષે સામાન્ય પ્રવાહનું 67.19 ટકા પરિણામ હતું જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 65.54 ટકા પરિણામ આવ્યું હતું. બંને પ્રવાહનાં પરિણામોમાં આ વર્ષે ધરખમ વધારો થયો છે. સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. ધો. ૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું ધરખમ પરિણામ આવતા શાળાના આચાર્યે ખુશી વ્યક્ત કરી હતી. અને શાળાના પરિણામને લઇને સંતોષ વ્યક્ત કર્યો હતો.
Reporter: News Plus