વડોદરા માંજલપુર ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યા જેમાં પુરુષોત્તમ રૂપાલા ની છબી પર ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો અને બેનર ઉપર પ્રવેશબંધીના શીર્ષક સાથે ભાજપના કોઈ પણ કાર્યકરો કે આગેવાનોએ માંજલપુરમાં પ્રવેશ કરવો નહીં તેમ જણાવવામાં આવ્યું.
જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી કોઈએ પ્રવેશવું નહી તેવા બેનરો લગાવવામાં આવ્યા છે. માંજલપુર ગામ ખાતે કરણી સેનાના મધ્ય ગુજરાતના પ્રભારી સાથે મોટી સંખ્યામાં યુવાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ઘટનાની જાણ થતા ની સાથે જ પોલીસ સ્થળ ઉપર દોડી આવી પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા.
Reporter: