*"તારીખ પે તારીખ"*
*રાજકોટની ગેમીંગ ઝોનની આગની ઘટના બાદ,હવે SIT નિમાશે, ફરિયાદ દાખલ થશે.*
*ગૃહ મંત્રી રાજકોટ ભણી રવાના થયા છે એવા સમાચાર આવશે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ સાથે મોદીજી વાત કરશે.પછી મોદીજી, ભુપેન્દ્રભાઈને દિલગીરી વ્યક્ત કરશે.પાંચ લાખની મદદ જાહેર કરાશે.પછી મુખ્યમંત્રી ઘટનાં સ્થળે આવી કલેક્ટરને રિપોર્ટ આપવાનાં હુકમ કરાશે*
*બીજી બાજુ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફાયર વિભાગ અચાનક દોડતું થશે.ચેકિંગ કરવાની સ્ટીરિયો ટાઈપ કામગીરી થશે. ક્યાંક ભ્રષ્ટાચાર થશે. ક્યાંક છૂટ લેવાશે- ક્યાં કડકાઈ થશે.*
મંત્રીઓ,કલેકટર,પોલીસ કમિશનર વિ. મિડીયા સમક્ષ આવીને બાઈટ આપશે.નેતાઓ ડીબેટમાં ગોઠવાઈ જશે.*
*સુરત તક્ષશિલા કાંડ,વડોદરાની માધવનગરની ઘટના,મોરબી કાંડ,હરણી બોટ કાંડ હોય કે રાજકોટ ગેમીંગ ઝોનમાં આગની ઘટના હોય દરેકમાં એક સરખી સ્ક્રિપ્ટ તૈયાર થશે.*
*કોને કેવી રીતે બચાવવા તેની અત્યારથી જ ગોઠવણ થશે.FIR દાખલ કરવા માટે 'જવાબદાર' અધિકારીને જ તૈયાર કરાશે.જેથી અત્યારથી જ અધિકારીઓને બચાવવાનું શક્ય બને. સ્પેશિયલ પી.પી.ની નિમણૂંક કરાશે.આરોપીઓ જામીન ઉપર છુટવાની ચાલ રમશે.*
*પછી કોઈ માઈનો લાલ હાઈકોર્ટમાં PIL કરશે.*
*બીજી દુર્ઘટના થાય ત્યાં સુધી બધા શુષુપ્ત અવસ્થામાં જતા રહેશે.સેંકડો ભોગ બનેલા નિર્દોષ લોકો કોર્ટમાં ધર્મ ધક્કા ખાશે.પછી 'તારીખ પે તારીખ'...*
Reporter: News Plus