રાજકોટ ગેમ ઝોન માં બનેલી દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગ તંત્ર દ્વારા શહેરમાં અનેક દુકાનો કોમર્શિયલ ઈમારતને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આવેલ સીતાડેલ કોમ્પલેક્ષ અને સયાજીગંજ વિસ્તારમાં આવેલ આંતરિક કોમ્પ્લેક્સ અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બિલ્ડીંગ ને ફાયર વિભાગ અને જીઇબી વિભાગ દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.રાજકોટ ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના ભાગ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગ સફાડુ જાગતા શહેરમાં અનેક ઇમારતો દુકાનો અને કોમર્શિયલ બિલ્ડીંગોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકા દ્વારા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી ના સાધનો અને સુવિધા ઓ ને લઈને શહેરમાં ઠેક ઠેર તમામ બિલ્ડિંગો અને દુકાનો ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
ત્યારે શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આવેલ સીતાડેલ કોમ્પલેક્ષ માં ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાથે સયાજીગંજ વિસ્તારમાં આવેલ આંતરિક કોમ્પલેક્ષ અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ની ઈમારતને ફાયર વિભાગ અને જીઇબી ના અધિકારીઓ ની હાજરીમાં બિલ્ડીંગ ને સીલ મારવામાં આવી હતી.ફાયર વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા 6 બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી હતી છતાં પણ યોગ્ય કાર્યવાહી ન કરતા ફાયર વિભાગ અને જીઈબી દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાથે વીજ કંપની દ્વારા વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું.
Reporter: News Plus