દિલ્હી હાઇકોર્ટે કેજરીવાલ ની અરજી માટે CBI ને નોટીશ ફટકારી અને આગામી સુનવણી ૧૭ જુલાઈએ થવા કહ્યું .
અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડ અને કસ્ટડી માટે ટ્રાયલ કોર્ટ ના આદેશ ને નકાર્યો છે ,જેને લઈને ન્યાયાધીશ નીના બંસલ કૃષ્ણાએ કેસ ની આગલી સુનાવણી ૧૭ જુલાઈએ થવા કહ્યું . કેજરીવાલ ના વકીલ અભિષેક મનુ સિંઘવી એ કેજરીવાલ ને ધરપકડ અને કસ્ટડી રદ કરવા ની માંગ કરી હતી જેને હાઇકોર્ટ સીબીઆઈ ને નોટિસ ફટકારી છે અને આગલી સુનવણી ની તારીખ આપી છે.
અરવિંદ કેજરીવાલે ૧ જુલાઈ એ હાઇકોર્ટ માં અરજી કરી હતી અને CBI ની ધરપકડ સામે પડકાર કર્યો હતો અરવિંદ કેજરીવાલ ને ૩ દીવસ ના CBI રિમાન્ડ પર મોકલવા માં આવેલ છે.કેજરીવાલ એ કરેલી અરજી માં ધરપકડ ગેરકાયદેસર છે એમ જણાવવામાં આવ્યું હતું . હાલ દિલ્હી હાઇકોર્ટે આગલી સુનવણી ૧૭ જુલાઈ થશે એમ જણાવ્યું છે .
Reporter: News Plus