બેંગલુરુ: અહીં ના વય્યાલિકાવલ વિસ્તારના વિરન્ના રોડ પર આવેલા ત્રણ માળના મકાનમાં યુવતીની ઘાતકી હત્યાની ઘટના બની હતી. ઘરમાંથી જ્યારે અત્યંત દુર્ગંધ આવવા માંડી ત્યારે યુવતીની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો. આ જ મકાનના પહેલા માળ પર રહેતી મહાલક્ષ્મી નામની યુવતીની હત્યા કરીને હત્યારાએ તેનો મૃતદેહ ફ્રિજમાં મૂૂકી દીધો હતો. આ હત્યારાએ મૃતદેહના ટુકડા કરવાનું હિચકારું કૃત્ય કર્યું હતું.
જોકે,હજી સુધી મહાલક્ષ્મીની હત્યા કરનાર વ્યક્તિ પોલીસના સકંજામાં સપડાયો નથી અને ફરાર છે. પોલીસે કરેલી પ્રાથમિક તપાસ મુજબ મહાલક્ષ્મીની હત્યા ચારથી પાંચ દિવસ કરવામાં આવી હોય તેવી શક્યતા છે.
તપાસમાં મહાલક્ષ્મી 26 વર્ષની હોવાનું તેમ જ અન્ય રાજ્યમાંથી કર્ણાટકમાં આવીને વસી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, મહાલક્ષ્મી છેલ્લાં ઘણા સમયથી બેંગલુરુમાં રહેતી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. હત્યારાને પકડવા માટે પોલીસે ટીમ તૈયાર કરી છે અને તે સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે મહાલક્ષ્મીની હત્યામાં તેના નજીકના-જાણકારોની સંડોવણી હોઇ શકે. જોકે હજી સુધી આ મામલે કોઇ નક્કર પુરાવા પોલીસના હાથમાં નથી લાગ્યા.
Reporter: admin